બેદરકારી:બીજા ડોઝ પહેલા રસી લીધાનો મેસેજ આવી ગયો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાએ ડેટા એન્ટ્રીમાં ભૂલ હોવાનો સ્વીકાર કર્યો

રાજકોટમાં રસીકરણ દરમિયાન જેણે રસી ન લીધી હોય તેમને પણ રસી મળી ગઈ હોવાના મેસેજ આવી રહ્યા છે તે પૈકી વધુ એક દંપતીને આવો જ અનુભવ થયો છે. જંગલેશ્વરમાં રહેતા અને સ્ક્રેપના વ્યવસાય કરતા વેપારી રફિકભાઈ સવાણ અને તેમના પત્નીને કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો હતો.

હજુ તેઓ ડોઝ લેવા માટે વિચારી રહ્યા હતા અને લગ્નમાં હતા ત્યાં જ તેમના ફોન પર મેસેજ આવ્યો કે તમે બંને ડોઝ લઈ લીધા છે! માત્ર રફિકભાઈ જ નહિ તેમના પત્ની માટે પણ આવો જ મેસેજ આવ્યો હતો. રફિકભાઈએ કહ્યું હતું કે, તેમના ઘરની સામે જ 50 મીટરના અંતરે જ આરોગ્ય કેન્દ્ર છે તેથી ત્યાં જ બીજો ડોઝ લેવા જવાનો હતો પણ વેક્સિન સર્ટિફિકેટમાં બીજા ડોઝમાં કોઇ રાઠોડ ઈન્ડસ્ટ્રીઝનું નામ લખાયું છે.

આ અંગે રાજકોટ મનપાની આરોગ્ય શાખામાં પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, એક જ સીરીઝના નંબર હોય અને ડેટા એન્ટ્રીમાં એકાદ અંકમાં પણ ભૂલ રહી જવાથી આવું બને છે તેથી આ મામલે વેક્સિન સમયે ડેટા એન્ટ્રી કોણે કરી હતી તે અંગે તપાસ કરવામાં આવશે આ ઉપરાંત સવાણ દંપતીને પણ રસી અપાઈ જશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...