તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Mayor Of Rajkot Vaccination Center Paid A Surprise Visit, Checking The Token System In Mwdi, Narayanagar And Ambedkar Nagar Health Centers.

સરપ્રાઇઝ ચેકીંગ:રાજકોટના વેક્સિનેશન સેન્ટરની મેયરે અચાનક મુલાકાત લીધી, મવડી, નારયણનગર અને આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રમાં ચાલતી ટોકન સિસ્ટમનું ચેકિંગ

રાજકોટ4 મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટર પર સરપ્રાઇઝ ચેકિંગ કરી જરૂરી સૂચનો કર્યા
  • વેક્સિનેશન માટે આજથી નવા ટોકન અમલમાં મૂકવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના સામેની વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા જળવાય રહે તે માટે ટોકન સિસ્ટમ અમલી કરવામાં આવી છે. તાજેતરમાં મહાનગરપાલિકાના ટોકન જેવા જ બોગસ ટોકન બનાવીને વેક્સિનેશનમાં વહેલો વારો લેવાનું કારસ્તાન શરૂ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ મળતા શાસકો દ્વારા તપાસનો આદેશ કરી ટોકન બદલવા નિર્ણય કર્યો છે. જે બાદ આજથી નવા ટોકન અમલમાં મૂકી વ્યવસ્થા અંગે સરપ્રાઇઝ ચેકીંગ મેયર દ્વારા કરવામાં આવ્યું હતું.

દરેક આરોગ્ય કેન્દ્ર પર 300 જેટલા ટોકન આપવામાં આવી રહ્યાં છે
દરેક આરોગ્ય કેન્દ્ર પર 300 જેટલા ટોકન આપવામાં આવી રહ્યાં છે

સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો
મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જે ટોકન અપાય છે તે સાદા પૂઠામાંથી બનાવેલા ટોકન હોય છે અને તેના પર બોલપેનથી નંબર લખેલા હોય છે. દરેક આરોગ્ય કેન્દ્ર પર 300 જેટલા ટોકન આપવામાં આવી રહ્યાં છે. આ પ્રકારના બોગસ ટોકન બનાવવા તદ્દન સરળ હોય આસાનીથી નાગરિકો બોગસ ટોકન બનાવી શકે છે. બોગસ ટોકનની ફરિયાદ મળ્યા બાદ મેયર ડો.પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે, ટોકન અંગેની ફરિયાદો વિવિધ વોર્ડમાંથી મળી હતી અને આ ફરિયાદને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. તુરંત નવા પ્રકારના ટોકન તૈયાર કરી તેમાં રાજકોટ મહાપાનગરલિકાનો લોગો મૂકવા અને અધિકારીની સહી તેમજ ક્રમાંક નંબર અને તારીખ લખવા વ્યવસ્થા કરવા નક્કી કરાયું છે. જે બાદ આજે વેકસીનેસન સેન્ટર પર સરપ્રાઇઝ ચેકિંગ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

વેકસીનેસન સેન્ટર પર સરપ્રાઇઝ ચેકિંગ કરી જરૂરી સૂચનો કર્યા
વેકસીનેસન સેન્ટર પર સરપ્રાઇઝ ચેકિંગ કરી જરૂરી સૂચનો કર્યા

સોશિયલ ડિસ્ટન્સ અંગે તકેદારી રાખવા સુચના આપી
ઉલ્લેખનીય છે કે વેક્સિનેશનમાં ભારે ધાંધિયા ચાલી રહ્યાં હોય અને લોકોએ કલાકો સુધી કતારોમાં ઉભા રહેવું પડતું હોય તેવી ફરિયાદો વ્યાપક બનતા આ મામલે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, તેઓ તેમજ અન્ય તમામ પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશે અને લોકોને પડતી મુશ્કેલીઓ જાણી તેનો નિકાલ કરશે તદ ઉપરાંત તમામ નગરસેવકોને પણ સૂચના અપાઈ છે. જે તે વોર્ડના નગરસેવક તેમના વોર્ડના આરોગ્ય કેન્દ્રમાં સતત સંપર્કમાં રહેશે. આજે મેયર ડો.પ્રદીપ ડવે નારાયણનગર, મવડી અને આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ખાસ સોશિયલ ડિસ્ટન્સ અંગે તકેદારી રાખવા સુચના આપી હતી.

શાસકો દ્વારા તપાસનો આદેશ કરી ટોકન બદલવા નિર્ણય કર્યો છે
શાસકો દ્વારા તપાસનો આદેશ કરી ટોકન બદલવા નિર્ણય કર્યો છે
અન્ય સમાચારો પણ છે...