તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં ઠંડક:શહેરમાં મહત્તમ તાપમાન ઘટ્યું, 37.8 ડિગ્રી નોંધાયું

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક

ચોમાસા પૂર્વે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવા લાગ્યા છે, અને વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. ગત બે દિવસથી સાંજના સમયે વરસાદ પડતા મહતમ તાપમાનમાં ઘટાડો થયો છે. અને ઠંડકની પણ અનુભુતી થઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ મહતમ તાપમાનમાં કોઈ વધુ ફેર નહિ પડે, અને તાપમાન 40 ડિગ્રીથી નીચું રહે તેવી પણ આગાહી કરવામાં આવી છે. હાલ અરબી સમુદ્ર પર દક્ષિણ-પશ્ચિમ તરફનો પવન 10 જૂનથી સક્રિય થશે અને તેના પરિણામે વાતાવરણમાં ફરી પલટો પણ જોવા મળશે. બીજી તરફ દક્ષિણ રાજસ્થાન પર સાયકલોનિક સર્ક્યુલેસન સર્જાતા વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. સામે સાંજના સમયે ઠંડા પવનની પણ અનુભૂતી થઇ હતી.

રાજકોટ શહેરનું સોમવારનું મહતમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું અને સાંજના સમયે 22.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સામે હવામાં ભેજના પ્રમાણ અંગે જો વાત કરવામાં આવે તો, સવારના સમયે 79 ડિગ્રી અને સાંજના સમયે 49 ડિગ્રી નોંધાયું હતું. પ્રી-મોન્સુન એક્ટીવીટીના પગલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટા પણ પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...