તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લૂંટના સૂત્રધારે લૂંટમાં ઉપયોગ બાદ પિસ્ટલ પોતાના વતન છુપાવી દીધી’તી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંને શખ્સ રિમાન્ડ પર, કબજે કરવા પોલીસ એમ.પી. જશે

શહેરના ચંપકનગર વિસ્તારમાં શિવ જ્વેલર્સમાં થયેલી રૂ.85.50 લાખના દાગીનાની લૂંટમાં ઝડપાયેલા સૂત્રધાર સહિત બેને પોલીસે બે દિવસના રિમાન્ડ પર લીધા છે, વેપારીને ધમકાવવા ઉપયોગમાં લેવાયેલી પિસ્ટલ સૂત્રધારે પોતાના ગામમાં જ રાખી હોવાની કબૂલાત આપતા પોલીસ તે પિસ્ટલ જપ્ત કરવા એમ.પી. જશે.

શિવ જ્વેલર્સમાં થયેલી લૂંટમાં પોલીસે અગાઉ ચાર લૂંટારુને રૂ.62,37,841ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા બાદ લૂંટના સૂત્રધાર મધ્યપ્રદેશના મોરેના ગામના સતિષ સોવરનસીંગ ઠાકુર અને સતિષે જેને લૂંટના દાગીના વેચવા આપ્યા હતા તે આગ્રાના જગનેર ગામના ઇસુવ ઉર્ફે ટલ્લે યુસુફ શરીફ કુરેશીને રૂ.12.87 લાખના સોનાના અને 78500ના ચાંદીના દાગીના સાથે ઝડપી લીધા હતા, પોલીસે સતિષ પાસેથી એક તમંચો પણ જપ્ત કર્યો હતો. બંને આરોપીને રાજકોટ લઇ આવ્યા બાદ પોલીસે બુધવારે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા.

પીઆઇ ઓસુરાએ જણાવ્યું હતું કે, લૂંટારુ ગેંગે જ્વેલર્સના માલિક મોહનભાઇને ધમકાવવા બે હથિયારનો ઉપયોગ કર્યો હતો, સૂત્રધાર સતિષ ઠાકુર ઝડપાયો ત્યારે તેની પાસેથી તમંચો મળ્યો હતો, તેની પૂછપરછ કરતા તેણે કેફિયત આપી હતી કે, લૂંટ બાદ પોતે વતન મોરેના ગામ ગયો હતો અને પિસ્ટલ પોતાના ઘરે રાખી દીધી હતી. પિસ્ટલ કબજે કરવા રાજકોટ પોલીસની એક ટીમ આગામી દિવસોમાં મોરેના ગામ જશે.

અન્ય સમાચારો પણ છે...