તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Marksheet Of The Board Will Be Different From Every Year, The Notification Of Mass Promotion Will Be Printed On The Back

શિક્ષણ વિભાગે પલટી મારી!:બોર્ડની માર્ક્સશીટ દર વર્ષ કરતાં જુદી હશે, પાછળ માસ પ્રમોશનનું નોટિફિકેશન છપાશે; પહેલાં કહ્યું હતું કે ‘માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં થાય’

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • માર્ક્સશીટનાં કલર કે ડિઝાઇન બદલવા અંગે શિક્ષણબોર્ડ નિર્ણય લેશે
  • ધો.10 અને 12ના વિદ્યાર્થીને કંઈ ફોર્મ્યુલાથી માર્ક્સ મળ્યા એ પણ માર્ક્સશીટમાં દર્શાવાશે

કોરોના મહામારીને કારણે આ વર્ષે ધોરણ 10 અને 12 બંનેમાં માસ પ્રમોશન આપી દેવાયું છે અને બંને ધોરણમાં માર્ક્સ મૂકવાની ફોર્મ્યુલા જાહેર કર્યા બાદ દરેક સ્કૂલે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર માર્ક્સ પણ અપલોડ કરી રહ્યા છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડની રાજ્યના સરકારી, ગ્રાન્ટેડ શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરવામાં આવી હતી, જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવા, ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરવી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એવામાં આ વર્ષે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને અપાનારી માર્ક્સશીટ પણ દર વર્ષ કરતાં અલગ હોવાનું શિક્ષણવિદો જણાવે છે.

માસ પ્રમોશનનું નોટિફિકેશન છપાશે
દર વર્ષ કરતાં આ વર્ષની માર્ક્સશીટમાં રૂપ-રંગ જુદા કરવામાં આવી શકે છે. માર્ક્સશીટની પાછળની બાજુ સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું એ અંગેનું નોટિફિકેશન પણ છપાશે. આ ઉપરાંત ધો.10માં અને ધો.12માં કઈ ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા એ ફોર્મ્યુલા પણ માર્ક્સશીટની પાછળ છાપવાની સંભાવના રહેલી છે.

કલર અને ડિઝાઇન બોર્ડ નક્કી કરશે
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે માર્ક્સશીટમાં ક્યાંય માસ પ્રમોશન પણ દર્શાવાશે નહીં. આ વર્ષની માર્ક્સશીટના કલર કે ડિઝાઇન બદલવા અંગે શિક્ષણ બોર્ડ નિર્ણય લેશે, પરંતુ માર્ક્સશીટની પાછળની બાજુ આ વર્ષે સરકારે વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન આપ્યું છે એ અંગેની જોગવાઈનો ઉલ્લેખ કરાશે. આ ઉપરાંત બંને ધોરણની જુદી જુદી ફોર્મ્યુલા પણ માર્ક્સશીટની પાછળ છપાશે. કલર-ડિઝાઈન સામાન્ય બાબત છે એ અંગે બોર્ડ નિર્ણય કરશે. આ બાબતોને કારણે આ વર્ષની ધોરણ 10 અને 12ની માર્ક્સશીટ દર વર્ષ કરતાં જુદી હશે.

હવે વિદેશ જવામાં કોઈ અડચણ નહીં નડે
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન તો સરકારે જાહેર કરી દીધું, પણ એની માર્ક્સશીટ તૈયાર કરવાની પદ્ધતિમાં શિક્ષણ બોર્ડ ગૂંચવાઈ ગયું હતું. પરિણામે, ખાસ સમિતિ બનાવી હતી, એનાં તારણો અને ફોર્મ્યુલાના આધારે માર્ક્સશીટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હજુ પણ મૂંઝવણ છે કે પરિણામ સારું આવશે, પણ એમાં માસ પ્રમોશન લખેલું હશે તો ઉચ્ચ અભ્યાસથી માંડીને વિદેશ જવામાં નડતરરૂપ બનશે તો કારકિર્દી રોળાઈ જશે. વાલી-વિદ્યાર્થીઓની આ ચિંતાથી માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ સજાગ હોવાથી તેણે નક્કી કર્યું છે કે ધોરણ 10 અને 12ની માર્ક્સશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં.

કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની માર્ક્સશીટમાં કયાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં હોય. કોઈ બાળકને નુકસાન ન થાય એવી પદ્ધતિ બોર્ડ અપનાવશે નહિ. એટલું જ નહીં, કોઈ બાળકને ભવિષ્યમાં કોઈ એવું કહીને નહીં જાય કે પરીક્ષા વગર વિદ્યાર્થી પાસ થયો છે, એ પદ્ધતિથી માર્ક્સશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ 10ની માર્ક્સશીટ તૈયાર કરવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલી ફોર્મ્યુલામાં સાવ ઠોઠ કે સામાન્ય પરીક્ષામાં પણ પૂરતા માર્ક્સ ના લાવી શકતા હોય તેવા વિદ્યાર્થીઓની માર્ક્સશીટમાં Qualified For Secondary School Certificate લખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...