તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:નકશામાં સુધારો કરી એઈમ્સ સુધીનો માર્ગ બનાવાશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર, અધિકારીને યોગ્ય કરવા જવાબદારી સોંપી

એઈમ્સ રાજકોટ સુધી જવા માટે મનપા અને રૂડાએ માધાપર ગામથી એપ્રોચ રોડ બનાવવાનું શરૂ કર્યું છે પણ કબજા સોંપતી વખતે માધાપરમાં ગેરરીતિયુક્ત નકશાને કારણે કામ અટકી ગયું છે. જેથી જિલ્લા કલેક્ટરે નકશા સુધારણા માટે શહેર પ્રાંત અધિકારી-2ને જવાબદારી સોંપી છે.

માધાપરમાં વર્ષો પહેલા નકશો તૈયાર થયો છે પણ તે ખામીયુક્ત છે આ કારણે ખેડૂતની જમીન જ્યાં આવેલી છે તેને બદલે નકશામાં બીજું જ સ્થળ બતાવાયું છે જેને તરતા સરવે નંબર કહે છે. નકશા ભૂલ ભરેલા હોવાથી લાભ તેમના બદલે નકશામાં જે જગ્યા બતાવી છે તેમાં હોવાથી સમસ્યા થઈ શકે તેથી કામ અટકાવી દીધું છે.

આ કારણે તંત્રએ તે કામ પડતું મૂકી બીજા સ્થળેથી રોડ બનાવવાનું શરૂ કર્યું છે. મનપાએ નકશાનો વિવાદ હોવાથી કલેક્ટરના કાર્યક્ષેત્રમાં આવતું હોવાનું કહી દીધું હતું. વિવાદ વધે નહિ તે માટે આદેશ આવતા જિલ્લા કલેક્ટરે પ્રાંત અધિકારી-2ને નકશા તેમજ સમગ્ર સમસ્યાનો હલ કરવાની જવાબદારી સોંપી છે અને એકાદ મહિનામાં રિ-સરવે કરીને નકશો સુધારી કામગીરી આગળ ધપે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...