તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી:કારખાનેદારે હાઇકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઇકોર્ટનું કડક વલણ જોઇ આરોપીએ નિર્ણય બદલ્યો

રાજકોટમાં કર્મકાંડનું કામ કરતા કમલેશભાઇ લાબડિયાના મકાનનો સોદો કર્યા બાદ બાકીની રકમ ન ચૂકવવા કાવાદાવા કરી વકીલ રાજેશ દેવજી વોરા અને કારખાનેદાર દિલીપ કોરાટે પોલીસમાં અરજી કરી સાટાખત કરી દેવા ધમકી આપી હતી. જે બનાવને પગલે કર્મકાંડી કમલેશભાઇએ પુત્ર, પુત્રી સાથે મળી ઝેરી દવા પી લીધી હતી. જેમાં ત્રણેયનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક કમલેશભાઇના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાતા કારખાનેદાર દિલીપ કોરાટને પકડી પાડ્યો હતો. બાદમાં જેલહવાલે કરી દેવાયો હતો.

દરમિયાન દિલીપ કોરાટે જામીન પર છૂટવા અરજી કરી જે અદાલતે નામંજૂર કરી હતી. અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યારે ફરિયાદપક્ષના એડવોકેટ ખિલન ચાંદ્રાણીએ પુરાવાઓ રજૂ કરી આરોપીની અરજીનો વિરોધ કર્યો હતો. ફરિયાદપક્ષની પુરાવા સાથે રજૂઆતને ધ્યાને લઇ હાઇકોર્ટ કડક વલણ અપનાવી જામીન અરજી નામંજૂર કરશે તેમ લાગતા જામીન અરજી પરત ખેંચી છે.

અન્ય સમાચારો પણ છે...