• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Mangoes That Bloom In December Are Coming, We Have To Wait Another 15 Days For The Good Quality Mangoes That Bloom In January!

ગ્લોબલ વોર્મિંગ ઇફેક્ટ:ડિસેમ્બરમાં મોર બેઠા હોય તેવી કેરી આવી રહી છે, જાન્યુઆરીમાં મોર બેઠા હોય તેવી સારી ક્વોલિટીની કેરી માટે હજુ 15 દિવસ રાહ જોવી પડશે!

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગીરમાં 20 મણ કેરી આપતા આંબામાં આ સાલ બે મણ કે તેથી પણ ઓછી કેરી આવી

ફળોની રાણી કેસર કેરીનું આગમન તો પંદર દિવસ પહેલા જ થઇ ગયું હતું. 15 લાખ આંબા ધરાવતા ગીરના તાલાળા યાર્ડમાં ગત તા.26મી એપ્રિલે હરાજી શરૂ થયા બાદ આજદિન સુધીમાં અંદાજિત 28,000 બોક્સની આવક પૂર્ણ થઇ ગઇ છે. રાજકોટમાં પણ કેસર કેરીની આવકો વધતા ભાવ પ્રમાણમાં થોડા દબાયા છે તેમ છતાં ગત વર્ષની સાપેક્ષમાં બમણાં ભાવ એટલે કે છૂટક બજારમાં પ્રતિ 10 કિલોના બોક્સના રૂ.2800-3000 અને પ્રતિ કિલોના ગુણવત્તા મુજબ રૂ.200-360ના ભાવ બોલાઇ રહ્યા છે. હાલ ડિસેમ્બરમાં મોર બેઠા હોય તેવી કેરી આવી રહી છે.

જાન્યુઆરીમાં મોર બેઠા હોય તેવી સારી ક્વોલિટીની કેરી માટે હજુ પંદર દિવસ રાહ જોવી પડશે.!તાલાળા યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ જણાવ્યું હતું કે, ‘‘તા.26મી એપ્રિલથી કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયા બાદ 2500-4000 બોક્સની આવક થઇ રહી છે. જથ્થાબંધમાં પ્રતિ 10 કિલો બોક્સના રૂ.550-1400ના ભાવ બોલાઇ રહ્યા છે. ગુરૂવારે ભાવમાં રૂ.100 ઘટ્યા છે. હાલ ફળ એવરેજ આવે છે. ગત સાલ કરતા ભાવ ડબલ છે. આ સાલ ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીનો પાક બગડ્યો છે. અત્યારે જે કેરી આવી રહી છે તે 11-12માં મહિનામાં મોર આવ્યો હતો તે કેરી છે.

હજુ 20મી મેથી 10 જૂન વચ્ચે સારી ક્વોલિટીની કેરી બજારમાં આવશે. રાજકોટમાં છૂટક બજારમાં મહારાષ્ટ્રની પાકી હાફુસના પ્રતિ કિલોના રૂ.200-320, 15 કિલો લાકડાની પેટીના રૂ.2000-6000 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. કેસર કેરી છૂટકમાં પ્રતિ કિલો રૂ.200-360 અને 10 કિલો બોક્સના ફળની ગુણવત્તા મુજબ રૂ.2800-3000ના ભાવ બોલાઇ રહ્યા છે. ગોંડલ ખાતે શુક્રવારે કેસર કેરીની પાંચેક હજાર બોક્સની આવક હતી. પ્રતિ બોક્સના ફળની ક્વોલિટી મુજબ રૂ.1300 સુધીના ભાવ હતા. મહારાષ્ટ્રની હાફુસ રત્નાગીરીની 450 પેટીની આવકે પ્રતિ કિલોના રૂ.130 સુધીના ભાવ હતા.

‘તીવ્ર ગરમીથી કેરીને વધુ માઠી અસર પહોંચી’
કેસર કેરીના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકસાની હતી જ, તેમાં પણ આ સાલ ગરમી વહેલી અને ખૂબ જ તીવ્ર પડતા તેની અસરે આંબા પર જે કેરી પાકી રહી હતી તેને માઠી અસર પહોંચી છે. તીવ્ર ગરમીને કારણે આંબે ઉગેલી ચણા જેવડી કેરી ખરી ગઇ છે.

આ સાલ એક્સપોર્ટના વેપારો સામે સવાલો
તાલાળા યાર્ડના સેક્રેટરી જણાવે છે કે, દર વર્ષે વિદેશોમાં કેસર કેરીની ધૂમ નિકાસ થતી હોય છે. મોટેભાગે આરબ કન્ટ્રી, યુકે તરફ વધુ કેરી એક્સપોર્ટ થાય છે. આ સાલ ઓછા ઉત્પાદન વચ્ચે કેરીનો ભાવ ડબલ છે, સામે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે, જેથી આ સાલ એક્સપોર્ટના વેપારો થશે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...