તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં ચાર વર્ષ પહેલા થયેલી હત્યાના ગુનામાં નાસતા ફરતા મૂળ મધ્યપ્રદેશના રમેશ ઉર્ફે કિરગિયો નારૂ બામણિયાને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લઇ ધરપકડ કરી છે. સૂકીસાજડિયાળી ગામે રહેતા માંડરિયાભાઇ નામના યુવાનની 2017માં તેના સાળા કેરમો ઉર્ફે ચેતન નાકુ ભૂરિયા, રમેશ ઉર્ફે કિરગિયો અને ગીરધો અદેસીંગ દેવકરિયાએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હતી. બનાવ બાદ પોલીસે કેરમો ઉર્ફે ચેતનને ઝડપી લઇ ધરપકડ કરી હતી. જ્યારે રમેશ અને ગીરધો ભાગી ગયા હતા. બનેવી અગાઉ બીજી બહેનને ભગાડી જતા અવારનવાર ઝઘડા થતા રહેતા હતા.
અંતે બનેવીના ત્રાસથી કંટાળી હત્યા કર્યાનું અગાઉ પકડાયેલા ચેતને પોલીસને જણાવ્યું હતું. અન્ય એક બનાવમાં સાત મહિના પહેલા તરુણીનું લગ્નની લાલચે અપહરણ કરી જનાર કનકનગર-5ના રાજેશ ધીરૂ મેરને તેમજ તરુણીને જૂનાગઢના બીલખામાંથી ઝડપી લઇ ધરપકડ કરી છે. અન્ય બનાવમાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 150 ફૂટ રિંગ રોડ પર ઠાકર ચોક નજીકથી એક શંકાસ્પદ શખ્સને અટકાવ્યો હતો. પૂછપરછ કરતાં તે વીરડાવાજડીનો દિલીપ મંગાભાઇ ચોરડા હોવાનું જણાવ્યું હતું. અને તે 3 મહિના પહેલા સત્યસાંઇ મેઇન રોડ પરથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ધરપકડ કરી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.