ધરપકડ:વીંછિયા પંથકમાંથી જિલેટિન સ્ટિકના જથ્થા સાથે શખ્સ પકડાયો

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વીંછિયાના ખારચિયા ગામે એક પરપ્રાંતીય શખ્સ પાસે ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો જથ્થો હોવાની માહિતીના આધારે રૂરલ એસઓજીના પીએસઆઇ એચ.એમ.રાણા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે મૂળ રાજસ્થાનના શ્રવણસીંગ રામસીંગ રાવત નામના શખ્સને 149 જિલેટિન સ્ટિક તેમજ 19 ડિટોનેટર સાથે પકડી પાડ્યો હતો.

એક્સપ્લોઝિવ જથ્થાની મંજૂરી અંગે પૂછપરછ કરતા તેની પાસે કોઇ મંજૂરી ન હોવાનું અને તે ખારચિયા ગામની સીમમાં સવાભાઇ હકાભાઇ પંચાળાની તળાવમાં આવેલી વાડીએ કૂવો ગાળવા માટે જિલેટિન સ્ટિક તેમજ ડિટોનેટર લઇ આવ્યો હોવાની કબૂલાત આપી હતી. જોકે, તેની પાસે બ્લાસ્ટ કરવા અંગેની મંજૂરી કરી એક્સપ્લોઝિવ જથ્થો રાખવાનો કોઇ પરવાનો પણ ન હોય પોલીસે જથ્થો ક્યાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...