તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મારુતિનગરમાંથી પિસ્ટલ અને કાર્ટિસ સાથે શખ્સ ઝડપાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના શખ્સને પોલીસે પિસ્ટલ અને બે કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો. કુવાડવા રોડ પર ડી.માર્ટની સામેની મારુતિનગર સોસાયટીમાં રહેતો રઘુ ધારા મુંધવા (ઉ.વ.42) તેના ઘર નજીક કમ્મર પર ફટકડી લગાવી રોફ જમાવતો હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.વી.રબારી સહિતની ટીમ દોડી ગઇ હતી.

પોલીસે રઘુ મુંધવાને સકંજામાં લઇ તેની પાસે રહેલી પિસ્ટલ અંગે પૂછપરછ કરતાં પિસ્ટલ ગેરકાયદે હોવાનું ખુલ્યું હતું તેમજ તેની પાસેથી બે કાર્ટિસ પણ મળી આવ્યા હતા. પોલીસે પિસ્ટલ અને કાર્ટિસ સહિત કુલ રૂ.10200નો મુદ્દામાલ જપ્ત કરી રઘુની અટકાયત કરી હતી. માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કરતો રઘુ મુંધવા અગાઉ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો હતો અને મોજશોખ અને રોફ જમાવવા માટે અઢી વર્ષ પહેલા હથિયાર ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. હથિયાર કોની પાસેથી ખરીદ કર્યું હતું અને કોઇ ગુનામાં હથિયારનો ઉપયોગ કર્યો હતો કે કેમ સહિતના મુદ્દે તપાસ કરવા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...