તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Man From Lodhika Started The First Seed Bank In The State, Delivering 15 To 20 Plants To People's Homes Free Of Cost Every Day Through The Post Office.

વનસ્પતિ બચાવવા અભિયાન:લોધિકાના વ્યક્તિએ રાજ્યની સૌપ્રથમ બીજબેંક શરૂ કરી, પોસ્ટ ઓફિસ મારફતે દરરોજ 15 થી 20 વનસ્પતિ લોકોના ઘરે નિઃશુલ્ક પહોંચાડે છે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીજ તૈયાર કરી પોસ્ટ ઓફિસના માધ્યમથી લોકોના ઘરે-ઘરે પહોંચાડાય છે. - Divya Bhaskar
બીજ તૈયાર કરી પોસ્ટ ઓફિસના માધ્યમથી લોકોના ઘરે-ઘરે પહોંચાડાય છે.

દરેક લોકો જ્યારે બેંક શબ્દ સાંભળે ત્યારે એટલો જ મગજમાં વિચાર આવે કે આ બેંક નાણાં ઉપાડવા માટે ઉપયોગી હશે, અથવા તો રક્ત માટે ઉપયોગી નીવડશે, પરંતુ એવું કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય કે, બીજ બેંક પણ હોય. હાલ અનેક ઔષધિ એવી છે કે, જેને મેળવવા માટે લોકો ખુબ જ મહેનત કરતા હોય છે. પરંતુ આ પ્રકારની બેંક રાજ્યમાં હજુ સુધી કોઈએ નથી ઊભી કરી તેવો દાવો રાજેશ બારૈયા નામના વ્યક્તિએ કર્યો છે અને તેને વનવાસી નામક ઉપનામ પણ મેળવ્યું છે.

બીજી તરફ બીજ ઉછેરવાની જવાબદારી લેનાર લોકોને પણ અપીલ કરતા જણાવ્યું હતું કે, બીજમાંથી ફરી બીજ તૈયાર થાય ત્યારે અમુક બીજ પાછા આપવાના, તથા બીજ બેંકની લેવડદેવડ અથવા કોઈની પાસે કોઇ વનસ્પતિના કે ઔષધિના બીજ હોય તો બીજ બેંકને આપી શકાય છે જેના બદલામા લોકોને મનપસંદ બીજ બેંકમાંથી મેળવી શકાશે.

રાજેશ બારૈયાએ આ બીજ બેંક સાથે એક અભિયાન જોડી દીધું છે, જેથી બીજ પોસ્ટ અભિયાન જે તમારા ઘર સુધી બીજ પૂરા ભારતમા પહોંચતા કરે છે. ગુજરાતની આ પહેલી બીજ બેંક છે જે માંગણી મુજબના બીજ ઘરે વિનામૂલ્યે પહોંચતા કરે છે. વંદે વસુંધરા બીજ બેંક લોધિકા -ખીરસરા રોડ પર બાલસરના રાજેશભાઈ બારૈયા અને એના પત્ની ધનીબેન બારૈયા દ્વારા વ્યક્તિગત પ્રયત્નથી ચાલે છે. આ બેંકનો મુખ્ય હેતુ એ છે કે અમુક વનસ્પતિ લુપ્તતાને આરે છે તો એને બચાવવા માટે આ માધ્યમ હાથ ધરવામાં આવ્યું છે. જેનુ ફળપણ સારું પ્રાપ્ત થયું છે. જે લોકો બીજ મંગાવે એ ઉગાડી એમના ફોટો સમયાંતરે મોકલતા રહે છે.

વંદે વસુંધરા બીજ બેંક દ્વારા પૂરા ભારતમાં અત્યારે સુધીમાં 2300થી વધારે લોકોને બીજ પહોંચાડયા છે, જેમાં બીજના 80-90 હાજર પેકિંગ કર્યા છે. બીજ બેંક પાસે 200થી વધારે પ્રકારના બીજ ઉપલબ્ધ છે. લોકો પણ બીજ મોકલી આપે છે એવી રીતે બીજની લેવડદેવડ અને બીજની વેરાયટીમાં વધારો થતો જાય છે. ગત વર્ષે 150 જેટલી શાળા, કોલેજ, સંસ્થાને બીજ મોકલી આપ્યા હતા.

આ વરસે પણ કોઇ શાળા, કોલેજ કે સંસ્થા બીજ મગાવવા માંગતા હોય તેમને 25 પ્રકારના વનસ્પતિના બીજની કિટ ફ્રી મોકલી આપવા પણ જણાવ્યું હતું. પર્યાવરણ અને વનસ્પતિ માટે જ્યારે સમય મળે ત્યારે કામ ચાલુ કરે છે. હાલ બીજ બેંક બનાવ્યાના બે વરસ પૂર્ણ કર્યા બાદ ત્રીજા વરસમાં વરસાદની મોસમ સાથે કામગીરી ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...