તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:3 બોટલ સાથે પકડાયેલા શખ્સે કચરામાં સંતાડેલી 24 બોટલ કાઢી આપી

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉદ્યોગનગરમાંથી 192 બોટલ પકડાઈ

દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોય તેવું સાબિત થઇ રહ્યું હોય તેમ રોજ શહેરમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાઇ રહ્યો છે. માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે સમયે લક્ષ્મીનગર મેઇન રોડ, ત્રિશુલ ચોકમાં એક શખ્સ વિદેશીદારૂ સાથે ઉભો હોવાની માહિતી મળી હતી. જેથી તુરંત ત્યાં દોડી જઇ પટેલપાર્ક-3માં રહેતા ધર્મેશ કિશોરભાઇ રજપૂત નામના શખ્સને આંતર્યો હતો. તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશીદારૂની 3 બોટલ મળી આવી હતી.

પકડાયેલા શખ્સ પાસે વધુ દારૂનો જથ્થો હોવાની પોલીસને શંકા જતા તેની આકરી પુછપરછ કરી હતી. જે પુછપરછમાં ધર્મેશે જયાંથી પકડાયો તે સ્થળથી થોડે આગળ અવાવરૂ સ્થળે વિદેશીદારૂનો જથ્થો સંતાડયો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસ ટીમ ધર્મેશે જણાવેલા સ્થળે દોડી ગયા હતા. ધર્મેશે અહી કચરાના ઢગલાની નીચે કોથળામાં સંતાડેલી વધુ 24 બોટલ કાઢી આપી હતી.

લાખાજીરાજ ઉદ્યોગનગર-9માં રહેતા વિક્રમ હરજી કુમારખાણિયા નામના શખ્સે તેના રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની થોરાળા પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે દારૂના ધંધાર્થી વિક્રમ કુમારખાણિયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. જોકે દરોડા દરમિયાન પોલીસને વિક્રમ હાથ લાગ્યો ન હતો, પરંતુ માહિતી મુજબ તેના ઘરની તલાશી લેતા ઘરમાંથી રૂ.96 હજારના કિંમતની વિદેશી દારૂની 192 બોટલ મળી આવતા તે કબજે કરી છે અને વિક્રમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ ઉપરાંત મચ્છાનગરમાં રહેતા ઇન્દુ લઘરા વકાતરને વિદેશી દારૂની બે બોટલ તેમજ પેડક રોડ આર્યનગર-6માં રહેતા જગદીશ ભીમજી પાનસૂરિયાને આજી જીઆઇડીસીમાંથી વિદેશી દારૂની એક બોટલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો