તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:હડાળા પાસે મુખ્ય લાઇન તૂટી, ત્રણ વોર્ડમાં પાણીકાપ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી હોવાથી પાણીકાપની જાહેરાત ન કરાઈ!
  • વોર્ડ નં.1, 9, 10માં ગુરુવારે પાણી વિતરણ બંધ રહ્યું અને શુક્રવારે બેથી ચાર કલાક મોડું મળશે

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હોવાથી મનપાના અધિકારીઓએ પાણીકાપની જાહેરાત કરવાના બદલે ચુપચાપ રહી ગુરુવારે ત્રણ વોર્ડમાં પાણી વિતરણ બંધ રહ્યું હતું. શુક્રવારે પણ વોર્ડ નં.1,9 અને 10માં બેથી ચાર કલાક પાણી વિતરણ મોડું થશે. હડાળા પાસે નર્મદાની મુખ્ય લાઇન તૂટી જવાથી રાજકોટને 80 એમએલડી (8 કરોડ લિટર) પાણી મનપાને મળ્યું ન હોવાથી પાણી વિતરણ બંધ રહ્યું હતું.

હડાળાથી આગળ એનસી-33 નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. પાણીની મુખ્ય લાઇન તૂટી જવાથી રાજકોટ મનપાને નર્મદાનું 8 કરોડ લિટર પાણી મળ્યું નથી. જેના પગલે રાજકોટમાં ગુરુવારે વોર્ડ નં.1, 9 અને 10માં પાણી વિતરણ બંધ રહ્યું હતું. પાણી નહીં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

હડાળા પાસે લાઇન તૂટ્યા બાદ જીડબ્લુઆઇએ રિપેરિંગ કામગીરી શરૂ કરી હતી અને ગુરુવારે મોડી રાત્રે લાઇન રિપેરિંગ થઇ જવાની સંભાવના છે. રિપેરિંગ બાદ શુક્રવારે પાણી મળશે, પરંતુ મનપાના પાણીના ટાંકા ખાલી થઇ ગયા હોવાથી શુક્રવારે આ ત્રણેય વોર્ડના અનેક વિસ્તારોમાં બેથી ચાર કલાક વિતરણ મોડું થવાની સંભાવના છે. ચૂંટણી હોવાથી મનપાએ પાણીકાપની જાહેરાત કરવાનું ટાળ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો