તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:1008ની ઉપાધિ મળી હતી તે મહંતના કેસમાં મુખ્ય આરોપીઓ પોલીસને હાથ ન આવ્યા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવા માસ બાદ પણ મુખ્ય ત્રણ આરોપીને પોલીસ છાવરતી હોવાનો નિર્દેશ

કાગદડીના ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસને બ્લેકમેઇલ કરી આપઘાત કરવા માટે મજબૂર કરનાર મુખ્ય ત્રણ આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ નિવડી છે, ઘટનાને સવા મહિના જેટલો સમય વીતી જવા છતાં આરોપીની ભાળ પોલીસને નહીં મળતાં પોલીસ તપાસ સામે અનેક સવાલો ઉઠ્યા હતા. ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસ (ઉ.વ.65)ની આશ્રમમાંથી તા.1 જૂનના લાશ મળી હતી, મહંતનું કુદરતી મૃત્યુ થયાનું જાહેર કરી કેટલાક લોકોએ મહંતની અંતિમ વિધિ કરાવી નાખી હતી, જોકે બાદમાં સ્યૂસાઇડ નોટે તમામ ભેદ પરથી પડદો ઊંચકી દીધો હતો.

મહંત જયરામદાસને તેમના જ ભત્રીજા કોડીનારના પેઢાવાડાના અલ્પેશ પ્રતાપ સોલંકી, તેનો બનેવી સૂત્રાપાડાના પ્રશ્નાવડાનો હિતેષ જાદવ અને ગાંધીગ્રામનો વિક્રમ સોહલા બ્લેકમેઇલ કરતા હતા, આરોપીઓએ મહંત પાસે યુવતીઓ મોકલી તેનો વીડિયો ઉતારી લીધો હતો અને તે વીડિયો પરથી મહંતને બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યા હતા, આરોપી ત્રિપુટીના ત્રાસથી કંટાળી મહંત જયરામદાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

ઘટનાના આગલા દિવસે વિક્રમ સોહલા મહંતને મારકૂટ કરતો દેખાયો હતો અને તે સમયે વકીલ રક્ષિત કલોલાની પણ ત્યાં હાજરી હતી. મહંતે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવા છતાં મહંતનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે તેવું ડો.નિમાવતના કહેવાથી નકલી ડેથ સર્ટિફિકેટ પણ આરોપીઓએ મેળવી લીધું હતું. ટ્રસ્ટી રામજી લીંબાસિયાની ફરિયાદ પરથી અલ્પેશ સોલંકી, હિતેષ જાદવ અને વિક્રમ સોહલા સામે તા.9 જૂનના ગુનો નોંધ્યો હતો. મહંતના આપઘાતની ઘટનામાં શરૂઆતથી જ પોલીસની ભૂમિકા સામે અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી. ગુનો નોંધાયાને સવા મહિનો વીતવા છતાં અલ્પેશ, હિતેષ કે વિક્રમને પોલીસ પકડી શકી નથી.

અન્ય સમાચારો પણ છે...