તપાસ:લગ્નની લાલચે પાડોશી યુવાન તરુણીને ભગાડી ગયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં પાડોશમાં રહેતા સુખદેવ પ્રફુલ્લ હેરમા નામના યુવાનનું નામ આરોપી તરીકે જણાવ્યું છે. ફરિયાદ મુજબ, યુવાનની ધો.10 સુધી અભ્યાસ કરનાર 16 વર્ષની પુત્રી બે દિવસ પહેલા બપોરના સમયે ઘરેથી બહાર ગઇ હતી. લાંબો સમય થવા છતાં પુત્રી ઘરે પરત નહિ આવતા તેની શોધખોળ કરી હતી. તેમ છતાં ભાળ મળી ન હતી. અગાઉ પુત્રીને પાડોશમાં રહેતા સુખદેવ સાથે મિત્રતા હોવાની માહિતી હોવાથી સુખદેવના ઘરે જઇ તપાસ કરી હતી.

જ્યાં સુખદેવ પણ તેના ઘરે હાજર જોવા મળ્યો ન હતો. જેથી તેના મોબાઇલ નંબર મેળવી ફોન કરતા મોબાઇલ સ્વિચઓફ આવતો હતો. બે દિવસ સુધી શોધખોળ કરવા છતાં પુત્રીની કોઇ ભાળ નહિ મળતા અને સુખદેવ જ લગ્નની લાલચ આપી પુત્રીને ભગાડી ગયો હોય. પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...