કોરોના રાજકોટ LIVE:ત્રીજી લહેર સમાપ્તિ તરફ, દોઢ મહિનામાં જિલ્લા સૌથી ઓછા 34 કેસ નોંધાયા, એક પણ મોત નહીં

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ત્રીજી લહેરમાં 22 ફેબ્રુઆરીએ સૌથી 1707 રેકોર્ડબ્રેક કેસ નોંધાયા હતા

રાજકોટ મહાનગરમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ સમાપ્ત જ થઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. આજે શહેર અને ગ્રામ્યના કેસ મળી માત્ર 34 દર્દીઓ નોંધાયા છે.. રવિવારે રાજકોટ શહેરમાં નવા 21 પોઝિટિવ કેસ નોંધાયા છે જે છેલ્લા દોઢ મહિનામાં સૌથી ઓછા કેસ હતા. તેની સામે 98ને ડિસ્ચાર્જ કરાયા હતા. આ કારણે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ફક્ત 481 રહી છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં નવા 35 કેસ નોંધાયા હતા અને એક 72 વર્ષીય વૃદ્ધનું મોત નોંધાયું હતું. મોત પાછળ શ્વસનને લગતા રોગો પણ દર્શાવ્યા હતા. તેમજ વૃદ્ધે રસી ન લીધી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ ગ્રામ્ય વિસ્તારમાં એક્ટિવ કેસ 278 છે. જેમાંથી ફક્ત 7 હોસ્પિટલાઈઝ છે જ્યારે બાકીના હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

રવિવારે ગ્રામ્ય કરતા શહેરમાં કેસની સંખ્યા ઘટી
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ ઓછા આવવા પાછળનું કારણ રવિવાર પણ હતું. આ દિવસે ઘણા બધા આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલ બંધ હતી. આથી એન્ટિજન ટેસ્ટ ઓછા થતા હોવાથી કેસ ઓછા આવ્યા હતા. સોમવારથી ફેબ્રુઆરી માસનું ત્રીજું સપ્તાહ શરૂ થાય છે અને તેના અંત સુધીમાં ત્રીજી લહેર પૂરી જાહેર કરી દેવાશે તેવી શક્યતા છે.

શહેરમાં ત્રીજી લહેરમાં સૌથી વધુ 1707 કેસનો વિક્રમ થયો હતો
1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધીમાં કુલ 20478 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ 18થી 22 જાન્યુઆરીમાં નોંધાયા હતા અને તે સમયગાળાને ત્રીજી લહેરની ટોચ ગણાવાઈ છે. સતત ચાર દિવસ સુધી 100 કરતા ઉપર કેસ આવ્યા હતા અને 22મીએ જે એક દિવસમાં સૌથી વધુ 1707 કેસનો વિક્રમ થયો હતો. એક્ટિવ કેસની સંખ્યા 8000ને પાર થઈ ગઈ હતી. મનપા પાસે 180 રથ છે અને એક તબક્કે દરેક રથમાં 20થી 40 વિઝીટ રોજ કરાતી હતી. છતાં દરેક દર્દી સુધી પહોંચી શકાતું નહોતું.

આ અઠવાડિયામાં દૈનિક કેસ 10થી 20ની વચ્ચે નોંધાશે
કેસ 1000ની આસપાસ રહેવાની સ્થિતિ છેક 28 જાન્યુઆરી સુધી રહી હતી પણ ફેબ્રુઆરી આવતા જ કેસમાં ઘટાડો આવ્યો અને 12મીએ 57 કેસ નોંધાયા હતા. જે 1 જાન્યુઆરીની સ્થિતિ સમકક્ષ પહોંચ્યા હતા. આથી એમ કહી શકાય કે ત્રીજી લહેરનો અંત આવ્યો છે. જોકે તંત્ર ત્રીજી લહેરનો અંત જ્યાં સુધી એક્ટિવ કેસની સંખ્યા 200 કરતા ઓછી હશે તેમજ દૈનિક કેસ 10થી 20ની વચ્ચે નોંધાતા હશે ત્યારે જાહેર કરશે અને આ સ્થિતિ હવે એકાદ સપ્તાહમાં જ જોવા મળશે તેવું લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...