તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:બંગાળની ખાડીમાં રચાનારું લો-પ્રેશર વરસાદ ખેંચી લાવશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ માત્ર ઝાપટાં પડશે : જુલાઈના બીજા સપ્તાહમાં રાજ્યમાં વરસાદ પડવાની વકી

હાલમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની ગેરહાજરીથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ, જુલાઇ મહિનાના બીજા અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 10થી 23 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સારા વરસાદની વકી છે.

મોન્સૂન બ્રેકને કારણે રાજકોટમાં પણ વરસાદ ખેંચાયો છે.રવિવારે આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. મહત્તમ તાપમાનનો પારો 37.5 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે પવનની ઝડપમાં ઘટાડો નોંધાયો છે. હવામાં ભેજને કારણે લોકો છેલ્લા એક સપ્તાહથી અસહ્ય બફારો અનુભવી રહ્યા છે. જોકે શનિવારની સરખામણીએ તાપમાનના પારામાં કોઈ વધુ ફેરફાર થયો ન હતો.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, આગામી 10થી 23 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. કારણ કે, પૂર્વ આફ્રિકા આસપાસના વિસ્તારોમાં વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ જુલાઈના પહેલા અઠવાડિયામાં પશ્ચિમ ભારતીય મહાસાગર અને અરબ સાગરમાં પ્રવેશવાની સંભાવના છે, ત્યારબાદ જુલાઇના બીજા અઠવાડિયામાં આગળ વધીને પૂર્વ ભારતીય મહાસાગર અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે. તેમજ અન્ય પરિબળો પણ અનુકૂળ બનશે, જેને લીધે લો-પ્રેશર રચાવાની સંભાવના બની શકે છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...