ભાદરથી રાજકોટ સુધીની જે લાઈન છે તે વર્ષ 1989માં નખાઈ હતી એટલે કે 33 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ લાઈનને MS લાઈન કહેવાય છે જેમાં લોખંડની લાઈન પર સિમેન્ટનું આવરણ હોય છે. આ લાઈનનું આયુષ્ય 25થી 30 વર્ષનું ગણાય છે અને તે હવે પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત પાણી સતત ચાલુ હોય છે તેથી લાઈનનો તળિયાના ભાગમાં ઘણો ઘસારો લાગ્યો છે. આ ઉપરાંત વરસાદી પાણી જમીનમાં ઉતરીને લાઈન પાસે જ ભરાયેલું રહે છે તેથી કાટ લાગી રહ્યો છે.
આ જ કારણે બે મહિનામાં સતત બીજી વખત લાઈન તૂટી છે. હવે આ સિલસિલો ચાલુ જ રહેવાનો છે આમ છતાં મનપાએ હજુ કોઇ આયોજન જ કર્યું નથી તેથી લોકોને પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે. ભાદરથી રાજકોટ સુધી હવે લાઈન નાખવામાં આવે તો તેનો ખર્ચ 50થી 75 કરોડ રૂપિયાનો થઈ શકે છે તે મનપાની ક્ષમતા નથી તેથી આ માટે સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવી પડે.
એક જ સાથે આ ગ્રાન્ટ આવે તે શક્ય નથી તેથી દર વર્ષે થોડી થોડી ગ્રાન્ટ મેળવી કામ ચાલુ કરવું પડે ત્યારે માંડ 3 વર્ષે પ્રોજેક્ટ પૂરો થાય અને નવી લાઈન મળતા પાણીનો જથ્થો પણ વધુ ઉપાડી શકાય અને જૂની લાઈનને એક વખત ખાલી કરી જરૂરી સમારકામ કરી બેકઅપ તરીકે જરૂર પડ્યે ઉપયોગમાં પણ લઈ શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.