તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિલિજિયન:10મીએ લગ્નનું છેલ્લુ મુહૂર્ત, 15 ડિસેમ્બરથી કમૂરતા બેસશે

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેબ્રુઆરીમાં લગ્ન માટેના માત્ર બે મુહૂર્ત, ત્યારબાદ એપ્રિલ અંતથી લગ્નો શરૂ થશે

હાલ કોરોનાની ગાઈડલાઈન સાથે સગાઇ-લગ્નો સહિતના પ્રસંગો ઉજવાઈ રહ્યા છે. તાજેતરમાં જ 26થી 30 નવેમ્બર દરમિયાન સૌથી વધુ લગ્નો યોજાયા હતા હવે આગામી તારીખ 10 ડિસેમ્બરે લગ્ન માટેનું છેલ્લું શ્રેષ્ઠ મુહૂર્ત હોવાનું પંડિતો જણાવે છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે 10મીએ લગ્ન સહિતના શુભ કાર્યો કરવા માટેનું છેલ્લુ મુહૂર્ત છે ત્યારબાદ 15 ડિસેમ્બરથી કમૂરતાનો પ્રારંભ થાય છે તે દરમિયાન લગ્નો સહિતના શુભ પ્રસંગો થઇ શકશે નહીં. માગસર સુદ એકમને તારીખ 15ને મંગળવારે રાત્રે 9.33થી કમૂરતાનો પ્રારંભ થશે ત્યારબાદ કોઈપણ શુભ પ્રસંગ યોજી શકાશે નહીં.

તારીખ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ગુરુનો અસ્ત છે અને તારીખ 21 ફેબ્રુઆરીથી 16 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે. પરંતુ આ બંને વચ્ચે આઠ દિવસના ગેપ ફેબ્રુઆરીમાં લગ્નના 2 મુહૂર્ત છે. 15 અને 16 ફેબ્રુઆરીએ લગ્નો યોજી શકાશે. ગુરુ અને શુક્રના અસ્તમાં લગ્ન થઇ શકતા નથી આથી 24 એપ્રિલથી લગ્નના મુહૂર્ત ફરી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો