તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:ભૂમાફિયાઓએ જમીન પચાવી પાડી મૂળ માલિકને ધમકી આપી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જસદણમાં બે શખ્સ સામે નોંધાયો લેન્ડ ગ્રેબિંગનો ગુનો

જસદણ પોલીસમથકમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. જસદણના ગીતાનગર મેઇન રોડ પર રહેતા કનકરાય અમૃતલાલ વ્યાસ નામના વૃદ્ધે લાતી પ્લોટમાં રહેતા અશોક ઉનડ ધાધલ અને ગભરૂ ઉનડ ધાધલ નામના ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ, માતા અંબાબેને 1970માં દેવુબાઇબેન લખુભાઇ કાઠી અને રાણીંગભાઇ જીવાભાઇ કાઠીની માલિકીની જસદણ શહેરમાં આવેલી જમીન રૂ.20 હજારમાં ખરીદી હતી અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ રજિસ્ટર કરાવ્યો હતો. માતા અંબાબેનના વારસદાર તરીકે પોતે અને પુત્ર રતિલાલ હોવાથી વારસાઇની નોંધ સિટી સરવે કચેરીમાં કરાવી હતી. ત્યાર બાદ 1999થી જમીનનો કબજો અમારી પાસે હતો. તે સમયે ત્યાં કાચું મકાન હતું, પરંતુ 2001ના ભૂકંપમાં પડી જતા તે જમીન ફરતે દીવાલ બનાવી હતી. તે દીવાલ પણ છ વર્ષ પહેલા પડી ગઇ હતી. જેથી આરોપી અશોક ધાધલ અને ગભરૂ ધાધલે અમારી જમીનમાં આડશ ઊભી કરી કેબિન મૂકી જમીનનો કબજો પચાવી પાડ્યો હતો. બાદમાં બંને 2016માં અમારી ઘરે આવી આ જમીનમાં અમારો ભાગ છે.

તેમાં કાંઇ કરશો તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. જેથી આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન અશોક અને ગભરૂએ દીવાની કેસ કર્યો હતો. જેમાં પ્રતિવાદી તરીકે તેમને જોડ્યા હતા. બંનેએ કોર્ટને ગેરમાર્ગે દોરવા અન્ય જમીનના આધાર પુરાવાઓ રજૂ કરી દાદ માગતી અરજી કરી હતી. જે અરજી અદાલતે નામંજૂર કરી હતી. છતાં બંનેએ અમારી જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો છે.કલેક્ટર તંત્રની તપાસમાં બંનેએ જમીન પચાવી પાડવા કૃત્ય આચર્યુ હોવાનું ખૂલતા પોલીસને ગુનો નોંધવા આદેશ કરતાજસદણ પોલીસના પીઆઇ કે.જે.રાણાએ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો