આત્મહત્યા:જમીન-મકાનના ધંધાર્થીએ બીમારીથી કંટાળી આપઘાત કર્યો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાનામવાના યુવાને ઝેરી દવા પી મિત્રને જાણ કરી’તી

કાલાવડના નાના વડાળા ગામે યુવાને તેની જ કારમાં ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લીધા બાદ મિત્રને ફોન કરી ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી. જેથી વિનોદભાઇના ભાઇ અને મિત્રો તુરંત નાના વડાળા ગામે દોડી ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો.

પરિવારજનોની પૂછપરછમાં જમીન-મકાનનું કામકાજ કરતા વિનોદભાઇ ઘણા સમયથી હાર્ટની બીમારીથી પીડાતા હોય અને તે અંગેની સારવાર પણ ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે ચિંતિત રહેતા હોય બીમારીથી કંટાળીને પગલું ભરી લીધાની પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. બીજો બનાવ ગોડાઉન રોડ, પરશુરામ સોસાયટીમાં બન્યો હતો.

અહીં રહેતા ભરત અર્જુનભાઇ પીપળિયા નામના યુવાને તેના ઘરે પંખામાં કપડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાન મનપામાં કોન્ટ્રાક્ટ પર કમ્પ્યૂટર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. પત્નીના મૃત્યુ બાદ તે એક પુત્ર સાથે માતા-પિતાના ઘરે રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...