તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોના સંક્રમણને અટકાવવા વીરપુરનું જલારામ મંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ સુધી બંધ, દરવાજાના દર્શન કરી ધન્યતા અનુભવતા ભાવિકો

3 મહિનો પહેલા
  • હોળી-ધુળેટીના પર્વને ધ્યાને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. કોરોનાને કાબૂમાં લેવા માટે સૌરાષ્ટ્રના મંદિરો ફરી બંધ કરવામાં આવી રહ્યા છે. હોળી-ધુળેટીના પર્વને લઈને કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે યાત્રાધામ વીરપુરમાં આવેલું જલારામ બાપાનું મંદિર આજથી ત્રણ દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોના મહામારીને લઈને જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામબાપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ જલારામબાપાના ભક્તો બાપાના મંદિરના દરવાજાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અગાઉ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો
કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ 30 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી તારીખ 27 થી 30 માર્ચ એમ 3 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી ભાવિકો બંધ મંદિરના દરવાજા આગળ જ ઉભા રહી બે જોડી દર્શન કરી રહ્યા છે.

મંદિર બંધ થતા ફરી બજારોમાં સન્નાટો
હાલ દર્શનાર્થીઓ માટે સદાવ્રત મહાપ્રસાદ પણ બંધ રહેશે પરંતુ સાધુ સંતો અને અભ્યાગત લોકો માટે સદાવ્રત ચાલુ રહશે જે મંદિરમા ભોજન તૈયાર થઈ માનકેશ્વર મંદિર ખાતે જમાડવા મા આવશે.સૌરાષ્ટ્રમાં તહેવાર દરમિયાન લોકો મોટી સંખ્યામાં મંદિરોમાં દેવ દર્શન માટે નીકળતા હોય છે ત્યારે વીરપુર જેવા યાત્રાધામમાં આ દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે. જલારામ બાપાનું મંદિર બંધ થતા જ બજારોમાં ફરી સન્નાટો જોવા મળી રહ્યો છે.
( કિશન મોરબીયા, વિરપુર)