આંતરરાજ્ય ચિટિંગ:દેવું દૂર કરવા કોરોનામાં ઉપયોગમાં આવતી વસ્તુને ઓનલાઇન વેચી 13 રાજ્યો અને 21 શહેરોમાં રૂ. 27.74 લાખની છેતરપિંડી, બે ની ધરપકડ

રાજકોટ5 મહિનો પહેલા
અમદાવાદના વેપારી સાથે પણ છેતરપીંડી આચરી હતી
  • ગુજરાત, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં છેતરપિંડી આચરી હતી
  • મુંબઈમાં જમીનમાં નાણા ડૂબી જતાં ગુનાખોરીનો રસ્તો પકડયો

કોરોનાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. આવા સમયે સોશિયલ મીડિયામાં છેતરપિંડીએ પણ જોર પકડ્યું છે. રાજકોટ LCBની ટીમે દેણુ દૂર કરવા માટે કોરોનામાં ઉપયોગમાં આવતી વસ્તુઓને સોશીયલ મીડિયા દ્વારા ઓનલાઇન વેચવાના નામે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ ગેંગે 13 રાજ્યો અને 21 શહેરોમાં રૂ. 27.74 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.

જેતપુરના વેપારીની ફરિયાદ પરથી ભેદ ઉકેલાયો
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ મુદ્દે જેતપુર શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીના માલિક રજનીકાંત દોંગાએ ફરિયાદ નોંધાવી હતી કે સોશિયલ મીડિયામાં કોઈએ તેની પેઢીના નામનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક આઇ-ડી બનાવીને કોરોનામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવાની જાહેરાત જોઈ હતી જેમાં પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની વાત હતી. તેથી તેણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે LCBની ટીમે જયવિન મંગેચા અને વહીદ અમીન રફાઈ નામના આરોપીની ધરપકડ કરી હતી.

દેણુ થઈ જતા તેમણે ઓનલાઇન ફ્રોડ કરવાનો કીમિયા અપનાવ્યો હતો
દેણુ થઈ જતા તેમણે ઓનલાઇન ફ્રોડ કરવાનો કીમિયા અપનાવ્યો હતો

વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી
બન્ને આરોપી દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સિમીટર અને બાકીના ઓક્સીમીટરના બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટા જથ્થો પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ, ફ્લોમીટર, રેમડેસીવીર ઈન્જેકશનના બોકસ, રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં સસ્તા ભાવની જાહેરાત આપી તેનો સંપર્ક કરનારને અન્ય પેઢી ફેક આઈ-ડી બનાવીને ફ્રોડ કરતા હતા. બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાથી હાલ પોલીસે બેન્ક એકાઉન્ટ સીલ કરી માહિતી મંગાવી છે.

છેતરાયેલા વેપારીઓને ફરિયાદ કરવા SP મીણાએ અપીલ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓ ઠગાઈ આચરવા અન્ય વેપારી પેઢીના નામ અને સાચા જીએસટી નંબરનો ઉપયોગ કરતા હતા જેમાં જેતપુરની શ્રીનાથજી ટ્રેડીંગ, રાજકોટની આશાપુરા એન્ટરપ્રાઈઝ અને મોરબીની શીવ એન્ટરપ્રાઈઝ નામની પેઢીના નામ અને જીએસટી નંબરનો ઉપયોગ કરતા હતા.સોશિયલ મિડિયા મારફત ઓનલાઈન ઠગાઈ આચરતી આંતરરાજય ગેંગ દ્વારા 13 રાજયોના 31 વેપારીઓ સાથે છેતરપીંડી આચર્યાનું ખુલ્યું છે. જયારે હજુ ઘણા વેપારીઓ સાથે ઠગાઈ આચયોની શકયતા સેવાઈ રહી છે. ત્યારે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ ગેંગનો શિકાર બનેલા વેપારીઓને ફરિયાદ કરવા અપીલ કરી છે.

ચારથી પાંચ જેટલા ઓક્સિમીટર ઓરીજનલ અને બાકીના ખાલી બોક્સ રાખતા હતા.
ચારથી પાંચ જેટલા ઓક્સિમીટર ઓરીજનલ અને બાકીના ખાલી બોક્સ રાખતા હતા.

મુંબઈમાં જમીનમાં નાણા ડૂબી જતાં ગુનાખોરીનો રસ્તો પકડયો
સસ્તાભાવે મેડીકલના સાધનો અને દ્વારાની લાલચ આપી વેપારીઓને શીશામાં તારતા બંને આરોપી અગાઉ મુંબઈમાં જમીનના દોગામાં આવી જતાં ગુનાખોરીના રવાડે ચડયા હોવાનું જાણવા મળ્યું છે.ઓનલાઈન ઠગાઈ માટે વેપારીઓને વિશ્ર્વાસમાં લેવા માટે આરોપીઓ મેડીકલ સાધનોના ખાલી બોક્સ રાખતા હતા અને વિડીયો કોલીંગ મારફત વેપારીઓને ખાલી બોક્સના ફોટા બતાવતા તથા દેખાડવા પૂરતા ચારથી પાંચ જેટલા ઓક્સિમીટર ઓરીજનલ અને બાકીના ખાલી બોક્સ રાખતા હતા.

છેતરાયેલા વેપારીઓને ફરિયાદ કરવા SP મીણાએ અપીલ કરી
છેતરાયેલા વેપારીઓને ફરિયાદ કરવા SP મીણાએ અપીલ કરી

અમદાવાદના વેપારી સાથે પણ છેતરપીંડી આચરી હતી
આ આરોપીઓ એ દેણુ થઈ જતા તેમણે ઓનલાઇન ફ્રોડ કરવાનો કીમિયા અપનાવ્યો હતો. જેમાં હેન્ડ ગ્લોવ્ઝ, ઓક્સિમીટર, બાયો ડીઝલના સહિતની ચીજવસ્તીઓ જેનો હાલ કોરોના કાળ ઉપયોગમાં વધ્યો છે. તેને સોશીયલ મીડિયા દ્વારા ઓનલાઇન વેચવાના નામે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએઆ ઉપરાંત તેલંગાણા રાજ્યના હૈદરાબાદના ત્રણ વેપારી, હરીયાણાના સોનીપત, કૈથલ અને અમ્બાલાના વેપારી, રાજસ્થાનના જોધપુરના બે વેપારી, મધ્યપ્રદેશના ઈન્દોર, ગ્વાલીયાર ના 4 વેપારી, દિલ્હીના ગુંણાવ, નોયડા, અને આસપાસના વિસ્તારના પાંચ વેપારી, મહારાષ્ટ્રના મુંબઈના 4 વેપારી, ઉતરાખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના 1-1, વેપારી અને તમીલનાડું અને મીરમંડના 2-2 વેપારીઓ સાથે છેતરપીંડી આચરી રૂપિયા પડાવતા હતા. વધુ તપાસમાં આરોપી અગાઉ અમદાવાદના વેપારીને હેન્ડગ્લોઝના બોક્સ આપવાનું કહી 24.86 લાખની ઠગાઈના ગુનામાં માધુપુર પોલીસ ચોપડે ચડી ચુક્યા છે. આ ગેંગમાં હજુ પણ કોઈ સામેલ છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...