તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નકલના મુદ્દે ધમાલ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મોચીબજાર સામે જૂની કલેક્ટર કચેરીમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરીમાં દસ્તાવેજની કોપીના મુદ્દે એક શખ્સે ધમાલ કરી જિલ્લા નોંધણી નિરીક્ષક અને પટાવાળાને અપશબ્દો કહેતા મામલો તંગ થઇ ગયો હતો. પોલીસે ધમાલ કરનારને ઉઠાવી લઇ તેની સામે કાર્યવાહી કરી હતી.

કચેરીમાં મહેશ હાપલિયા નામનો વ્યક્તિ બુધવારે બપોરે 12 વાગ્યે પહોંચ્યો હતો અને દસ્તાવેજની નકલ માગી હતી, ફરજ પરના સ્ટાફે નકલ આપી હતી પરંતુ પોતાની પાસે હતી તેવા ફોર્મેટમાં નકલ આપવાનું કહી મહેશે ધમાલ શરૂ કરી હતી અને કચેરીમાં જ આવેલી જિલ્લા નોંધણી નિરીક્ષક સંદીપ સવાણીની ઓફિસમાં ઘૂસી ગયો હતો, અને નિરીક્ષક સવાણીને અપશબ્દો કહેતા ઓફિસ સ્ટાફ દોડી ગયો હતો, ઓફિસના પટાવાળાને પણ મહેશે ગાળો ભાંડી હતી.

માહોલ તંગ થતાં નિરીક્ષક સવાણીએ ફોન કરતાં પોલીસ દોડી ગઇ હતી અને મહેશ હાપલિયા સામે અટકાયતી પગલાં ભરી તેને લોકઅપ હવાલે કરી દીધો હતો.જિલ્લા નિરીક્ષક સવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ-સાત વર્ષથી મહેશ હાપલિયા દસ્તાવેજની કોપીના મુદ્દે કચેરીમાં આવીને ધમાલ કરે છે. કચેરીમાં નોંધાયેલી હકીકત મુજબની દસ્તાવેજની કોપી સ્ટાફ આપવા તૈયાર છે પરંતુ મહેશ હાપલિયા તે કોપી સ્વીકારતો નથી અને કલેક્ટર તેમજ ગાંધીનગર સુધી ફરિયાદોનો મારો ચલાવી કચેરીની કામગીરીમાં વિક્ષેપ કરે છે અને બુધવારે બપોરે તો મહેશે ધમાલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...