તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ મહત્ત્વનો ચુકાદો:મેડિક્લેમ ન ચૂકવવા વીમા કંપનીએ ખોટું અર્થઘટન કર્યું

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચનો વીમા કંપનીને વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ

વીમા કંપની દ્વારા તેમના ગ્રાહકોને મળવા પાત્ર રકમ ન ચૂકવવા યેનકેન પ્રકારના વાંધાઓ બતાવી ગ્રાહકના ક્લેમ રદ કરતા હોય છે, ત્યારે વધુ એક કેસમાં ફોરમે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને તેના ગ્રાહકને ક્લેમ મુજબની રકમ ઉપરાંત છ ટકા વ્યાજ અને રૂ.3 હજાર ફરિયાદનો ખર્ચ ચૂકવવા હુકમ કર્યો છે.

ન્યૂ જાગનાથ પ્લોટ-34માં રહેતા સિનિયર સિટિઝન વેપારી સુરેશભાઇ શાંતિલાલ માણેકે રિલાયન્સ કંપનીમાંથી મેડિક્લેમ લીધો હતો. જેનું સમયસર પ્રીમિયમ ભર્યું હતું. દરમિયાન વેપારી સુરેશભાઇએ તા.23-7-2020માં આંખના મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. જેનો રૂ.41,666નો ખર્ચ થતા તેનું વળતર મેળવવા માટે વીમા કંપનીમાં બિલ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારે વીમા કંપનીએ પોલિસીની વિરુદ્ધ જઇ ખોટા અને માની ન શકાય તેવા બહાના બતાવી વેપારી સુરેશભાઇએ રજૂ કરેલા પુરાવાઓનું ખોટું અર્થઘટન કરી ક્લેમ રદ કર્યો હતો.

વીમા કંપનીની આવી કૂટનીતિથી નારાજ વેપારી સુરેશભાઇએ એડવોકેટ હર્ષદભાઇ એસ.માણેક મારફત રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ વીમા કંપની સામે ફરિયાદ કરી હતી. જે કેસ ફોરમના પ્રમુખ જજ વાય.ડી.ત્રિવેદીએ વેપારી સુરેશભાઇની જુબાની લઇ તેમણે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લીધા હતા. તેમજ વેપારી પક્ષે રોકાયેલા એડવોકેટ માણેકે વિસ્તાર પૂર્વક રજૂઆત કરી હતી. ફરિયાદપક્ષની સંપૂર્ણ વિગતો સાંભળ્યા બાદ ફોરમે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ મહત્ત્વનો ચુકાદો આપી એક મહિનાની અંદર વેપારી સુરેશભાઇને વ્યાજ સાથેની રકમ ચૂકવવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...