• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Influx Of People In The Municipal Corporation run Toys Library In Rajkot Increased In Just 4 Days, The Mayor Said: More People Joined After DB's Article

અહેવાલની અસર:રાજકોટમાં મનપા સંચાલિત ટોયઝ લાઈબ્રેરીમાં 4 જ દિવસમાં લોકોનો ધસારો વધ્યો, મેયરે કહ્યું: DBના લેખ બાદ વધુ લોકો જોડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • દિવ્યભાસ્કરમાં લેખ પ્રસારિત થતા હવે લોકો પરિવાર સાથે આવે છે: સુનિલ દેત્રોજા, લાઈબ્રેરી સંચાલક
  • મ્યુનિ. સંચાલિત 3 ટોયઝ લાયબ્રેરીમાં LKGથી 14 વર્ષ સુધીનાં બાળકો માટે મળે છે રમકડાં

દિવ્યભાસ્કર દ્વારા હરહમેશ જનતા માટે માહિતીસભર અને જ્ઞાનપ્રદ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત દિવ્યભાસ્કરના અહેવાલની અસર રાજકોટમાં જોવા મળી હતી. જ્યાં મ્યુનિ. સંચાલિત ટોયઝ લાયબ્રેરી અંગે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેને પગલે માત્ર 4 જ દિવસમાં લાયબ્રેરીમાં રાજકોટીયન્સનો ધસારો વધ્યો છે. આ અંગે ખુદ મેયર ડો.પ્રદીપ ડવે દિવ્યભાસ્કરનો આભાર માનતા જણાવ્યું હતું કે, દિવ્યભાસ્કરના લેખ બાદ લાયબ્રેરીમાં વધુ લોકો જોડાયા છે.

માત્ર 4 જ દિવસમાં નવા 150 જેટલા મેમ્બરો નોંધાયા
ગુજરાત રાજ્યમાં હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને તેમાં પણ કોરોનના બે વર્ષ બાદ આ વર્ષે બાળકોને ફરી વેકેશનની મજા માણવા સમય મળ્યો છે ત્યારે ધોમધખતા તાપમાં બાળકો ઘરમાં બેસી રમત રમી શકે તે માટે મનપા દ્વારા એક સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ગુજરાતમાં એક માત્ર રાજકોટમાં મનપા દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધ્યાનમાં રાખી ટોયઝ લાયબ્રેરી ચલાવવામાં આવી રહી છે. જે અંગે દિવ્યભાસ્કરે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ મનપાની લાયબ્રેરીમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને આજે માત્ર 4 જ દિવસમાં નવા 150 જેટલા મેમ્બરો નોંધાયા છે.

લાયબ્રેરીનો લોકો ખુબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે
રાજકોટ મનપાના મેયર ડો. પ્રદિપ ડવે દિવ્યભાસ્કરનો આ અહેવાલ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ વેકેશનનો માહોલ છે તો આ સમયે મનપા સંચાલિત ટોયઝ લાયબ્રેરીનો લોકો ખુબ સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ લાયબ્રેરીમાં રૂ.100થી લઇ રૂ.10,000ની કિંમતના રમકડાં સમાવેશ થાય છે. અગાઉ 6000 જેટલા મેમ્બર હતા પરંતુ દિવ્યભાસ્કરના અહેવાલ બાદ 4 દિવસમાં 150 નવા મેમ્બર જોડાયા છે અને હજુ વધુને વધુ લોકો આ સેવા લાભ લે તેવો અનુરોધ કરું છું.

આ લાયબ્રેરીમાં રૂ.100થી લઇ રૂ.10,000ની કિંમતના રમકડાં સમાવેશ થાય છે
આ લાયબ્રેરીમાં રૂ.100થી લઇ રૂ.10,000ની કિંમતના રમકડાં સમાવેશ થાય છે
લાઈબ્રેરી સંચાલક સુનિલ દેત્રોજા
લાઈબ્રેરી સંચાલક સુનિલ દેત્રોજા

લોકો હવે પરિવાર સાથે આવે છે
આ અંગે લાઈબ્રેરી સંચાલક સુનિલ દેત્રોજાએ જણાવ્યું હતું કે, દિવ્યભાસ્કરમાં લેખ પ્રસારિત થતા હવે લોકો પરિવાર સાથે આવે છે. રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ ખાતે મનપા સંચાલિત ટોય્ઝ લાયબ્રેરી ચાલી રહી છે જેમાં અગાઉ કુલ 6000 જેટલા મેમ્બર જોડાયેલ હતા. દિવ્યભાસ્કરના અહેવાલ બાદ આ લાયબ્રેરીમાં લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને 4 દિવસમાં નવા 150 જેટલા મેમ્બરો જોડાયા છે. જેમાં મુખ્ય બે એવી શ્રોફ રોડ લાયબ્રેરીમાં 50 જેટલા અને સાધુવાસવાણી રોડ પર આવેલ લાયબ્રેરીમાં 95 જેટલા નવા મેમ્બરો જોડાયા છે.

દરેક સબ્જેક્ટમાં રસ પડે તેલા રમકડાં અને પઝલ્સ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મનપાએ નારણ પુસ્તકાલયમાં ટોયઝ લાઈબ્રેરી 1989થી શરૂ કરી હતી. રમકડાં જે રીતે લાઈબ્રેરીમાં આપવામાં આવે છે તે રીતે જ આપવામાં આવે છે. જે ગમતા રમકડા હોય તે બાળકો વાલીઓ સાથે આવી લઈ જાય છે. રમકડાં ડેમેજ થાય તો રમકડાની પ્રાઈઝ પ્રમાણે મેમ્બર પાસેથી રૂપિયા લેવામાં આવે છે. ટોયઝ લાઈબ્રેરીને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે. વેકેશન જ નહીં પણ સતત મેમ્બરો રમકડાં લેવા આવી રહ્યા છે. દરેક સબ્જેક્ટમાં રસ પડે તેલા રમકડાં અને પઝલ્સ છે.

બાળકો-રમકડાં વચ્ચેનો નાતો અતૂટ રહે
વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં દિવસેને દિવસે કઈક નવું જોવા મળતું હોય છે. તેમાં પણ કોરોનાકાળમાં બાળકોએ ઓનલાઇન એજ્યુકેશન મેળવ્યું છે. હવે વેકેશનનો સમય આવ્યો છે ત્યારે આદિકાળ વખતનો બાળકો અને રમકડાં વચ્ચેનો સબંધ આજે પણ જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ ખાતે મનપા સંચાલિત ટોયઝ લાઈબ્રેરી ચાલી રહી છે. જેમાં રમકડાં બાળકોને ઘરે લઇ જવા માટે આપવામાં આવી રહ્યા છે.