તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કુખ્યાત શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો, જેલમાં ધકેલાયો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેલમાં રહેલા હત્યાના આરોપીના માધ્યમથી પરપ્રાંતીય શખ્સ પાસેથી હથિયાર મગાવ્યું’તું

શહેરના પોપટપરા વિસ્તારમાં રહેતા નામચીન શખ્સને પોલીસે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી લીધો હતો. માથાભારે શખ્સે રાજકોટ જેલમાં રહેલા ઇસમના માધ્યમથી પરપ્રાંતીય શખ્સ પાસેથી પિસ્તોલ મગાવ્યાનું ખૂલતા પોલીસે જેલમાંથી આરોપીનો કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી.પોપટપરામાં રહેતો અને અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો ભરત રઘુ કુંગશિયા (ઉ.વ.33) ગેરકાયદે હથિયાર સાથે રોણકી ગામના વાડી વિસ્તારથી 150 ફૂટ રિંગ રોડ પર એબીડી હોટેલ તરફ જઇ રહ્યાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ પી.એમ.ધાખડા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ભરતને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની રૂ.20 હજારની કિંમતની પિસ્તોલ અને પિસ્તોલનું મેગ્જીન મળી આવ્યું હતું. પોલીસે હથિયાર કબજે કરી ભરતની ધરપકડકરી હતી.

પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં ભરતે ચાર મહિના પૂર્વે પરપ્રાંતીય શખ્સ પાસેથી હથિયાર ખરીદ કર્યાની કબૂલાત આપી હતી તેમજ હત્યા કેસમાં જેલમાં રહેલા ફિરોઝ ઉર્ફે લાલાના માધ્યમથી પરપ્રાંતીય શખ્સનો પરિચય થયો હતો અને હથિયાર મગાવ્યું હતું. પોલીસે ફિરોઝનો જેલમાંથી કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ભરત કુંગશિયા અગાઉ હત્યાની કોશિશ અને હથિયાર સહિત 9 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને અગાઉ બે વખત પાસા પણ થઇ ચૂક્યા છે. ભરતને જેલહવાલે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...