ક્રાઇમ:કુખ્યાત ઇસમ પિસ્તોલ-પાંચ કારતૂસ સાથે ઝડપાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશ ગ્રૂપે વધુ એક શખ્સને હથિયાર સાથે ઝડપી લીધો હતો. કોઠારિયા સોલવન્ટ પાસેના નુરાનીપાર્કમાં રહેતા ફિરોઝ ઉર્ફે ભાઇજાન સલીમ સોલંકી (ઉ.વ.31) પાસે ગેરકાયદે હથિયાર હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ રાવલ અને પીએસઆઇ સોનારા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે ફિરોઝ સોલંકીને સકંજામાં લઇ તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ અને પાંચ જીવિત કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે હથિયાર અને કારતૂસ જપ્ત કરી ફિરોઝ ઉર્ફે ભાઇજાનની અટકાયત કરી હતી. હથિયાર ક્યાથી લીધું તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...