તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણિતા સાથે સાસરિયાંનો ક્રૂર વહેવાર:રાજકોટના કુવાડવામાં કોરોનાગ્રસ્ત પરિણીતાને ભોજન ન આપતાં 3 દિ' ગરમ પાણી પીને કાઢ્યા, પતિને કીધું તો કહ્યું, ‘મરી જા જઈને’

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • , 181ની મદદ માગી, બીજી વખત પણ રિપોર્ટ પોઝિટિવ
 • ચા બનાવતી વખતે ગંભીર રીતે દાઝી ગયેલા વૃદ્ધાએ સારવારમાં દમ તોડ્યો

કુવાડવા ગામે એક કોરોના પોઝિટિવ મહિલાને તેના પતિ- સાસુએ જમવાનું આપવાનું બંધ કરી દીધું હતું. કોરોના હોવા છતાં સમયસર જમવાનું નહીં મળતા મહિલા બે દિવસ સુધી ગરમ પાણી પીને દિવસો કાઢવા મજબૂર બની હતી. બીમારીમાં પણ સમયસર જમવાનું નહીં મળતા તેને 181 ટીમની મદદ માગી હતી. મહિલાનો બીજી વખત રિપોર્ટ કરાવ્યો તો એ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ત્રણ દિવસ બંને ટાઇમ ભોજન ન આપ્યું
રાજકોટ જિલ્લાના કુવાડવા ગામે કોરોના પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે, તેને ગઇકાલનું જમવાનું મળ્યું નથી. પીડિતનો પ્રશ્ન સાંભળી 181 મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, સેજલબેન જોષી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીડિતાને કોરોના પોઝિટિવ આવવાથી પીડિતા તથા બાળક અને પતિ થોડો સમય સાસુના ઘરે જતા રહ્યા હતા. પીડિતા ઉપરના રૂમમાં ક્વોરન્ટાઈન થયા હતા. ત્રણ ચાર દિવસ બે ટાઈમ જમવાનું આપતા હતા ત્યારબાદ જમવાનું આપવાનું બંધ કરી દેતા મહિલા એકલું ગરમ પાણી પીતી હતી.

પરિણિતાએ 181માં ફોન કરી મદદ માગી
ગરમ પાણી પીવાથી પીડિતાને પેટમાં બળતું પતિને ફોન કરી જાણ કરે તો પણ પતિ જોવા પણ આવતા ન હતા અને મરી જા એવું કહેતા અને પીડિતાને એકવાર રાત્રે તબિયત ખરાબ થઇ ત્યારે દવાખાને પણ નહોતા લઈ ગયા અને બે દિવસથી પાંચ વર્ષના બાળક સાથે કુવાડવા મૂકી ગયા હતા અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. હકીકત જાણી 181 ટીમે રાજકોટથી ફોન કરી સ્થળ પર બોલાવેલ અને પીડિતાના પતિનું કાઉન્સેલિંગ કર્યું. પતિને સમજાવતા તેઓને પોતાની ભૂલ સમજાઈ હતી. તબીબી સારવાર માટે સોમવારે લઈ ગયા હતા. જ્યાં બીજી વખત રિપોર્ટ કરાવતા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ મહિલા ઘરમાં ક્વોરન્ટાઈન થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો