તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:માખણની ગુણવત્તા સુધારવા વિચાર આવતા ચંદન સહિતના લાકડાંમાંથી બનાવ્યું ઓટોમેટિક વલોણું

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચરકસંહિતા અને વૈદ્ય પાસેથી અભ્યાસ કરી સતત 4 વર્ષ સંશોધન કર્યું : રમેશ રૂપારેલિયા

રાજકોટના ગૌ પ્રેમી અને ગૌ જતન સંસ્થાના રમેશ રૂપારેલિયા ગાય આધારિત જીવન જીવવા પર ભાર આપે છે અને તેથી તેઓ આ ક્ષેત્રમાં સતત સંશોધન કરતા રહે છે. તે રીતે જ તેમણે ચંદન સહિતના 10 પ્રકારના લાકડામાંથી ઓટોમેટિક વલોણું તૈયાર કર્યું છે જે ધાતુના બનેલા વલોણાથી અડધા સમયમાં ગુણવત્તાયુક્ત માખણ આપે છે અને દેશવિદેશમાં તેની સરાહના થઈ છે.

રમેશભાઈ જણાવે છે કે, ‘મને વિચાર આવ્યો કે ગાય માતાના દૂધમાંથી તેના પોષક તત્ત્વો ઘટાડ્યા વગર લોકોને માખણ પહોંચાડવું છે. આ માટે ચરકસંહિતાનો અભ્યાસ કર્યો તેમજ જાણી વૈદ્યને મળ્યો હતો. સતત ચાર વર્ષ સુધી સંશોધન કર્યું હતું. ચરકસંહિતામાં લખ્યું છે કે, માખણ બનાવતી વખતે દહીંનું મંથન ઘર્ષણ રહિત અને ધાતુ રહિત હોવું જોઈએ. આ કારણે જ વર્ષો પહેલા લાકડાંના વલોણા વપરાતા જે બંને સાઈડ ફરતા હતા.

જ્યારે હાલ આપણે 2800 આરપીએમની ઝડપથી ગતિના ધાતુના જ વલોણા વાપરી છીએ જે એક જ દિશામાં ફરીને ગરમી પેદા કરે છે. આ કારણે વલોણું બનાવવાનો વિચાર આવ્યો અને તેમાં પણ લાકડું વાપરવા માટે અભ્યાસ કર્યો જેમાં જાણવા મળ્યું કે જે તે પ્રકૃતિ ધરાવતા વૃક્ષના લાકડાંથી મંથન થાય તો તેના ગુણ માખણ અને છાશમાં આવે છે તેથી અલગ અલગ પ્રકારના લાકડાં ભેગા કર્યા અને સાધનો ભેગા કરી કઈ રીતે વલોણું બનાવવું તેની મહેનત કરી હતી. આખરે 2019માં ઓટોમેટિક મશીન શક્ય બન્યું.

આ મશીન માત્ર 9 આરપીએમ પર કામ કરે છે અને 35 લિટર દહીંમાંથી 14થી 20 મિનિટમાં માખણ અને છાશ અલગ કરી દે છે, જ્યારે અન્ય વલોણા 30 મિનિટ લગાવે છે એટલે કે અડધા જ સમયમાં જાડું, વધારે તેમજ ગુણવત્તાયુક્ત માખણ મળે છે. અમારા સ્નેહીજનો સુધી આ વાત એટલી પ્રસરી કે દેશ-વિદેશના લોકોએ પણ આ વલોણાના વીડિયો જોયા.

વધુ લોકોને મશીન મળે તે માટે સંસ્થાએ યુવાનો સાથે હાથ મિલાવી મશીન બનાવ્યા અને માત્ર એક જ વર્ષમાં 350 મશીન બન્યા અને અનેક લોકોએ મશીન મગાવી ગાયના દૂધમાંથી પોષણયુક્ત માખણ મેળવવાનું શરૂ કર્યુ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો