તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરોની બેદરકારી:સતત બીજે દિવસે એરપોર્ટ પર ધમાલ, 35 મુસાફર ટેસ્ટ કરાવ્યા વિના પહોંચ્યા

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ટેસ્ટ વગર આવેલા મુસાફરોને રોકી દેવાયા, અન્ય શહેરોમાંથી રાજકોટમાં આવતા મુસાફરો માટે આરટીપીસીઆર ફરજિયાત

રાજકોટ એરપોર્ટ શુક્રવારે સતત બીજા દિવસે મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટને લઇને તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટથી દિલ્હી જવા માટે કેટલાક મુસાફરો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગર જ પહોંચી ગયા હતા. જો કે તેને રોકી દેવામાં આવ્યા હતા. ગુરૂવારે પણ દિલ્હીની ફલાઇટમાંથી રાજકોટ આવેલા મુસાફરો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગર આવ્યા હતા.તેઓના ફરજિયાત ટેસ્ટ કરવાનું કહેતા તેઓએ વિરોધ કર્યો હતો. ગુરૂવારના બનાવ બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક મિટિંગ બોલાવી હતી. પરંતુ તેનો કોઇ નિકાલ આવ્યો નથી.

કોરોનાના કેસ વધતા જાય છે ત્યારે એરપોર્ટ પર મુસાફરોનું ચેકિંગ અને શંકાસ્પદ જણાય તેવા લોકોને ફરજિયાત કવોરન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વિના જે મુસાફરો શુક્રવારે બીજા શહેરમાં જવા માટે એરપોર્ટ પર પહોંચ્યા હતા તેઓને રોકી દેવામાં આવ્યા હતા અને ફલાઇટ સુધી જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી અને મહાનગરપાલિકાની બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં એવું નકકી કરવામાં આવ્યું હતુ કે, જે મુસાફરો રિપોર્ટ વગર પહોંચશે તેનો ફરજિયાત રિપોર્ટ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો