મમતાને લજવતો કિસ્સો:જેતપુરમાં પતિ મજૂરી માટે બનાસકાંઠા ગયો અને પત્ની પ્રેમમાં અંધ 4 સંતાનને રઝળતા મુકી પ્રેમી સાથે ભાગી ગઈ, એક વર્ષનો પુત્ર રડી રડીને બેહાલ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર સંતાનો સાથે પિતા લાચાર બન્યા. - Divya Bhaskar
ચાર સંતાનો સાથે પિતા લાચાર બન્યા.
  • પતિએ જેતપુર પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની અરજી કરી
  • યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો વતની, 17 વર્ષથી જેતપુરમાં મજૂરી કરે છે

માની મમતાને લજવતી એક ઘટના જેતપુરમાં બની છે. ઉત્તરપ્રદેશથી જેતપુર મજૂરી કરવા આવેલા યુવાનની પત્ની પ્રેમમાં અંધ બની 4 સંતાનને રઝળતા મુકી પ્રેમી સાથે ભાગી ગઈ છે. આથી એક વર્ષના પુત્રના રડી રડીને હાલ બેહાલ થયા છે. આ અંગે યુવાને જેતપુર પોલીસમાં અરજી કરી છે. પતિ મજૂરી માટે બનાસકાંઠા ગયો હતો અને પાછળથી પત્ની ચારેય સંતાનને રઝળતા મુકી પ્રેમી સાથે ભાગી ગઈ હતી.

યુવાનના લગ્ન 11 વર્ષ પહેલા થયા હતા
જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં રહેતા આલોક (નામ બદલાવ્યું છે) મૂળ યુપીનો છે. અને છેલ્લા 17 વર્ષથી જેતપુરમાં રહી લાદીકામની મજૂરી કામ કરે છે. આ યુવાનના લગ્ન 11 વર્ષ પૂર્વે તેમના વતનની ભારતી (નામ બદલાવ્યું છે) સાથે થયા હતાં. સંતાનમાં ત્રણ પુત્રીઓ અનુક્રમે પાંચ, ચાર, ત્રણ વર્ષની ઉંમરની અને પુત્ર હજુ એક વર્ષનો જ છે. 4 ઓગસ્ટના રોજ રાત્રિના 11 વાગ્યે મોટી પુત્રીએ જોયું કે ઘરમાં તેની માતા ભારતી નથી. એટલે થોડીવાર રડી અને પછી બાજુમાં પડોશીના ઘરે જઈ મજૂરી કામ અર્થે બનાસકાંઠા ગયેલા પોતાના પિતાને મમ્મી ક્યાંક ચાલી ગઈ હોવાની ફોન કરીને જાણ કરતા આલોક તરત જ જેતપુર આવવા નીકળી ગયો હતો.

હરસુખે ભારતીને મોબાઈલ આપ્યો હતો તે મોટી પુત્રી જોઇ ગઇ હતી
ઘરે પહોંચીને પોતાના સંતાનો સાથે તરત જ પોલીસ સ્ટેશને જઇ આલોકે પોતાની પત્ની એક યુવક સાથે નાસી ગઈ હોવાનું જણાવ્યું હતું. જે યુવક પર તેને શંકા હતી તે હરસુખ નામના યુવકનું નામ પોલીસને આપતા પોલીસે તે યુવકને પોલીસ સ્ટેશને બોલાવતા આલોકની મોટી પુત્રી હરસુખને ઓળખી ગઈ અને પોલીસની હાજરીમાં આ અંકલે જ મમ્મીને મોબાઈલ આપ્યો હતોનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે કોઈ કારણવસ તેની પૂછપરછ કરીને તેને જવા દીધો અને આલોક પાસેથી તેમની પત્ની ક્યાંય ચાલી ગઈ હોવાની એક અરજી લીધી હતી. અને ત્યારબાદથી હરસુખ પણ ગુમ હોવાનું આલોકે જણાવ્યું હતું.

જેતપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
જેતપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.

પતિ અઠવાડિયાથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે
ચાર-ચાર ફૂલ જેવા માસૂમ સંતાનોને રડતા રઝળતા મુકીને નાશી જનાર આ જનેતા માટે તેનો પતિ પોલીસ પાસે પોતાની પત્નીનું શું થયું તેમ પૂછવા માટે અઠવાડિયાથી ધક્કા ખાય છે. ત્યારે પોલીસ પાસે એક જ જવાબ છે કે અમારી તપાસ ચાલુ છે. પોલીસે પણ આ બનાવમાં માનવતાની ધોરણે ચાર-ચાર ભૂલકાના ભવિષ્ય માટે તાત્કાલિક તેની માતાને શોધી સંતાનો સાથે મિલન કરાવી આપે તેવું ભૂલકાઓની દયનીય હાલત જોઈ સૌ કોઈ ઇચ્છી રહ્યા છે.

(હિતેશ સાવલિયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે...