સૌ.યુનિ.નો સ્ટડી કેસ:લગ્નના બીજા દિવસે પતિ કોરોના પોઝિટિવ થતા પત્ની ચિંતાગ્રસ્ત, કોરોનાને કારણે નવદંપતીના લગ્નજીવન ખોરવાયા

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંશિક લોકડાઉન અને કોરોના મહામારી દરમ્યાન નવદંપત્તિનું જીવન નકારાત્મક બન્યું

દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સમસ્યા અનુભવે છે. નાના બાળકોથી લઈને વૃદ્વ વ્યક્તિને પણ અવનવી સમસ્યા જોવા મળે છે ત્યારે જે લોકોના લગ્ન આ કોરોના મહામારી દરમ્યાન થયાં ત્યારે મોટા ભાગના લોકોના દાંમ્પત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી સર્જાણી અને લોકોના સપનાઓ પર આ કોરોનાને કારણે પાણી ફરી વળ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડૉ. ડિમ્પલ રામાણી અને વિદ્યાર્થિની ડોબરીયા ભૂમિકાએ વિશ્લેષણ કર્યું છે. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે.

કોવિડ -19 દરમિયાન લગ્ન થયેલા નવદંપતીના જીવનમાં પરીવર્તન
હાલ કોરોના મહામારી દરમિયાન લગ્ન થયેલ દંપતીની જીવનશૈલીમાં ઘણું પરીવર્તન જોવા મળ્યું છે. પોતાના લગ્ન અંગે નવદંપતીએ મોટા સપના જોયા હોય છે અને લગ્ન પછી શું કરશું? ક્યાં ફરવા જશું? બહાર જમવા જાશું વગેરે અગાઉથી નક્કી જ કરી રાખ્યું હોય છે અને સંપૂર્ણ આયોજન કર્યું હોય છે ત્યારે આ કોરોનાએ નવદંપતીની ખુશીઓ પર આગ લગાડી દીધી છે. પતિ- પત્નિ નિરાશ અને હતાશ થતા જોવા મળ્યા.

સાસરે જતાં પોતાની વ્યથા કઈ શકતી નથી
લગ્ન બાદ પણ ઘરે જ રહેવાનું થાય છે. કોઈ મોજશોખ પૂરા કરી શકતા નથી. બહાર પણ નીકળી શકતા નથી. ખાસ લગ્ન બાદ દિવાસ્વપનમાં રાચે છે. એકલતાનો અનુભવ થયાં કરે છે. કોઈના ઘરે પણ જઈ શકતા નથી અને ખાસ કરી ધીમે ધીમે સમય જતા ની સાથે ઘરમાં કંકાશ પણ વધવા લાગ્યો છે.સતત ઘર માં રહેવાથી કંટાળો આવવા લાગે છે. ખાસ કરીને એક મહિલા લગ્ન પછી સાસરે જતાં પોતાની વ્યથા કઈ શકતી નથી .કેમકે એ પારકા ઘરે આવી હોય છે તો એ પોતાનો સમય વિતાવવો મુશ્કેલ લાગતો હોય છે.

મનોવિજ્ઞાન ભવનમાં આવેલા ફોન કોલ્સમાં આવા કિસ્સાઓ જોવા મળ્યા
કિસ્સો- 1
કોરોનામાં લગ્ન કરી ખરેખર અફસોસ થયો કે કોઈ પણ શોખ એ પૂરા કરી શક્યા નહિ, આખો દિવસ મારા પતિ પોતાના કામ પર જતાં રહે છે. જેથી અમે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકતા નથી. મને આખો દિવસ ઘરે રહીને મુંઝવણ થાય છે .

કિસ્સો- 2
લગ્નના બીજા જ દિવસે મારા પતિ કોરોના પો
ઝિટિવ થયા છે. મને ચિંતા થયા કરે છે કે સારું થઈ જશે કે નહીં ક્યારેક નકારાત્મક વિચાર પણ આવે છે કે મારા પતિનું મૃત્યુ થઈ જશે તો મારૂ કોણ ?

કિસ્સો- 3
લગ્ન કર્યા પણ મને અહી એકલું લાગે છે. મને કોઈ સમજતું નથી. નાની-નાની વાતમાં ટોક ટોક કરે છે ક્યાંય બહાર પણ નથી જવા દેતાં. હું ઘરમાં જ મુંઝાય જાવ છું. ખરેખર આ બધી વાત માં હું ખોટી છું કે નહિ એ પ્રશ્ન મને આખો દિવસ સતાવે છે.

કિસ્સો- 4
લગ્ન થયા પણ મારા પતિને જાતીય સંતોષ નથી મળતો. રોજ આજ પ્રશ્નને લઈ ને ચર્ચા થાય છે. ગુસ્સો કરે છે સરખી વાત પણ નથી કરત.

કિસ્સો- 5
લગ્નના બે અઠવડિયા થયા તો મે મારા પતિને કહ્યું કે મારે મારા મમ્મીને ત્યાં જવું છે તો મારા પતિએ મને ના પાડી ક્યાંય બહાર જવાનું નથી. ત્યાં કોરોના છે. વળી કોરોના થય જશે તો ? એના ડર ને કારણે એ મને જવા નથી દેતાં

લગ્નબાદ જીવનશૈલીમાં ફેરફાર

 • શારીરિક ફેરફાર
 • માસિક ચક્રમાં પરીવર્તન
 • જવાબદારી
 • સામાજિક પરિબળો
 • કુટુંબનો મોભો
 • ધર્મ ,રહેણીકહેણી
 • રિતરિવાજ
 • સમાયોજન સાધવામાં મુશ્કેલી

કોવિડ દરમિયાન લગ્ન થયેલ નવદંપતી જીવનમાં પરીવર્તન

 • બહાર ન જઇ શકાય
 • શોખ પૂર્ણ ન થઈ શકે
 • હનીમૂન માં ન જઇ શકે
 • એકલા સમય ન વિતાવી શકે
 • પાડોશી સાથે યોગ્ય આતરક્રિયા ન કરી શકે
 • અસંતોષ ની લાગણી
 • એકલતા
 • ઉત્સાહનો અભાવ
 • શંકાનું પ્રમાણ વધે
 • શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી સર્જાય
 • પરિવારના લોકો સાથે કંકાશ વધે
 • અન્ય સગાસબંધીને ન મળી શકે
 • કૌટુંબિક સમાયોજન નો અભાવ
 • તણાવ
 • ઈમોશન પર કાબૂ ન રાખી શકાય
 • ઉંઘ ન આવવી.
 • લોકડાઉંન ને કારણે ઘર ચલાવવામાં મુશ્કેલી.

નવદંપતિને સમાયોજન માટેના સૂચનો

 • લગ્નજીવનમાં નવીનતા સતત લાવતા રહો.
 • તમારી અભિરુચિની સમાનતા કેળવતા રહો.
 • નવ પરણિત દંપતિઓ એ સાથે રહીને એક દિશામાં વિચારો ઢાળવા.
 • એક બીજાના સાથથી કઁટાળી ન જાવ માટે કૌટુંબિક જવાબદારીઓ વહન કરો, જેથી મિલનની આશ વઘુ મજબૂત થશે.
 • શારીરિક સૌંદર્ય જાળવી રાખવું.
 • એકબીજાને હર્ટ થાય એવી વાણી અને વર્તન ન કરવું.
 • એકબીજાના પરિવારના સભ્યોને માન આપવું.
 • પતિપત્ની બીમારી સમયે હૂંફ પ્રેમ અને લાગણીઓ પૂર્વક સમાયોજન સાધો.
 • એકબીજાની પસંદગીને માન આપો અને મતભેદ ન થાય તેની તકેદારી રાખો.
અન્ય સમાચારો પણ છે...