તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના કુવાડવા રોડ પર આવેલા રામપાર્ક-1માં મંગળવારે શિલ્પા રમેશભાઇ ભટ્ટી નામની યુવતીએ જૂનાગઢ રહેતા પૂર્વ પતિ પ્રેમ મનસુખભાઇ લાઠિયાના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા મૃતકના ભાઇ જતિનભાઇએ નોંધાવેલી ફરિયાદમાં, બહેન જલ્પાએ તા.27-6-2019ના રોજ જૂનાગઢ વાંજાવડ, જવાહર રોડ પર રહેતા પ્રેમ લાઠિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બહેનને તેના પતિએ એક જ મહિનામાં દારૂ પીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેથી બહેન જૂનાગઢથી રાજકોટ પોતાને ત્યાં આવી ગઇ હતી.
ટૂંકા જ સમયમાં પતિના ત્રાસનો ભોગ બનતા બહેનના તા.30-9-2019ના રોજ કોર્ટમાં છૂટાછેડા લીધા હતા. ત્યાર બાદ પ્રેમ લાઠિયાએ પાંચ મહિના પહેલા ઘરે આવી બહેનને તેના પ્રેમસંબંધ સમયના ફોટા ઘરનાઓને બતાવી દેવાની ધમકી આપી હતી. જે અંગે બહેને પ્રેમના માતા-પિતાને વાત કરતા તેઓએ પ્રેમ અમારા કહ્યામાં નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પ્રેમ અવારનવાર રાજકોટ આવી ફોટા બતાવી દેવાની ધમકી આપી બહેનને ઘરથી બહાર બોલાવી ત્રાસ આપતો હતો.
અનહદ ત્રાસથી કંટાળેલી બહેને વિકૃત માનસ ધરાવતા પ્રેમ સામે કાર્યવાહી કરવા પણ પોતાને વાત કરી હતી. દરમિયાન મંગળવારે પ્રેમના ત્રાસથી અંતે જિંદગી ટૂંકાવી લીધી હતી. આપઘાત કરતા પૂર્વે જલ્પાએ લખેલી સ્યૂસાઇડમાં પણ પ્રેમના ત્રાસથી કંટાળીને પગલું ભરી રહી હોવાનું જણાવ્યું છે. બી ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ. એચ.જે.જોગડાએ જતિનભાઇની ફરિયાદ પરથી આપઘાત માટે મજબૂર કરનાર પ્રેમ લાઠિયા સામે ગુનો નોંધ્યો છે. અને પ્રેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.