ઊલટી ગંગા:પતિએ પત્નીના પરિવારને કહ્યું, ‘તમારી દીકરી ગમતી નથી, રૂ. 10 લાખ આપો અથવા તો બીજી છોકરી શોધી આપો’

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છૂટાછેડા લેવા પતિએ પત્નીના પરિવાર પાસે ખાધાખોરાકીની માંગ કરી
  • લગ્નના પાંચ વર્ષ બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ થયો નહીં,બન્ને વચ્ચે મતભેદ રહેતો હતો

સામાન્ય રીતે છૂટાછેડા માટે છોકરી અને તેના પરિવારજનો છોકરા પક્ષ પાસેથી ખાધા-ખોરાકી અને પૈસા માગતાં હોય છે, પરંતુ રાજકોટમાં અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ચાલતા સમાધાન પંચ કેસમાં ઊલટી ગંગા જેવો કિસ્સો નોંધાયો છે.પતિએ પત્નીથી છૂટાછેડા લેવા માટે તેના પરિવારજનોને કહ્યું કે, મને તમારી દીકરી ગમતી નથી, કાં તો મને રૂ.10 લાખ આપો અથવા તો બીજી છોકરી શોધી આપો. લગ્નના પાંચ વર્ષ બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં થતા સમગ્ર કિસ્સો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

સમાધાન પંચમાં રમિતાએ પોતાની અરજી કરતા કહ્યું કે, આજથી પાંચ વર્ષ પહેલા તેના લગ્ન પાળ ગામે રહેતા સજજ્ન સાથે થયા હતા.લગ્ન બાદ તે ઘરકામ, ખેતીકામ અને દરેક કામગીરીમાં મદદરૂપ બનતા તેના સાસુ, સસરા,જેઠ,જેઠાણી અને પરિવારજનો તેની કામગીરીથી ખુશ હતા,પરંતુ તેની દરેક કામગીરી માટે તેના પતિ તેને મેણાંટોણાં મારતો હતો. સમય જતા બધુ થાળે પડી જશે તેવું માનીને બે વર્ષ સુધી બધુ નિભાવ્યું, પરંતુ કોઇ સમાધાન થયું નહીં અને આખરે પરિવારજનો સમક્ષ આખી વિગત બહાર આવી. સજજને એક દિવસ પોતાના માતાપિતાને કહ્યું કે, હવે તે રમિતા સાથે આગળની જિંદગી કાઢી નહીં શકે. સજજને રમિતાના પરિવારજનો પાસે છૂટાછેડા માટે પૈસા અથવા કોઇ બીજી યુવતી શોધી દેવાની શરત મૂકી હતી. (નોંધ બન્ને પાત્રોના નામ બદલાવ્યા છે.)

કાઉન્સેલિંગ માટે અનેક બેઠક થઇ, પરિવારજનો સાથે વાતચીત કરી
મારી પાસે કેસ આવ્યો ત્યારે મને જાણીને પણ આશ્ચર્ય થયું કે, યુવકે છૂટાછેડા માટે છોકરી અને તેના પરિવારજનો પાસે પૈસા માગ્યા.કોઇ યુવક આ રીતે પૈસા માગી જ ન શકે. આ કિસ્સામાં વ્યક્તિગત રીતે બન્નેનું કાઉન્સેલિંગ કર્યું,તેના પરિવારજનો સાથે બેઠક કરી. કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે, યુવતીને તેના સાસરિયાં સાથે બનતું હતું, પરંતુ પતિ-પત્ની વચ્ચે વિચારમાં ભેદ હતો. તેથી આ સમસ્યા ઊભી થઇ હતી. મતભેદ માટે ભણતર, વિચારસરણી પણ કારણભૂત હતી. બન્નેના હિતને ધ્યાનમાં રાખીને આ કેસમાં છૂટાછેડા આપવા એ જ યોગ્ય સાબિત થયું છે. જેનો ચુકાદો સોમવારે અપાશે.> ડો.ભાવનાબેન જોષીપુરા, અધ્યક્ષ અખિલ હિન્દ મહિલા પરિષદ-સમાધાન પંચ

અન્ય સમાચારો પણ છે...