તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યાની કોશિશ:પત્નીએ અલગ રહેવાનું કહેતા પતિએ પથ્થર ઝીંક્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીમાં પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોટડાસાંગાણી ગામે રહેતી માદરાબેન નામની મહિલા માથામાં ગંભીર ઇજા સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. બનાવની જાણ થતા કોટડાસાંગાણી પોલીસનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો.

ઇજાગ્રસ્ત મહિલાની પૂછપરછ કરતા તે મૂળ દાહોદના ગરબાડા પંથકની છે. તે પતિ શંકર પાંગળાભાઇ કટારા સાથે રહી ધર્મેશભાઇ ભૂતની વાડીમાં મજૂરીકામ કરે છે. દરમિયાન પતિ અવારનવાર ગમે તે કારણોસર ઝઘડા કરતો રહેતો હોય પતિના આવા રોજના ઝઘડાથી કંટાળી ગઇ હતી. અંતે અલગ રહેવાની વાત કરતા પતિ શંકર ઉશ્કેરાય ગયો હતો અને ઝઘડો કરી પથ્થર ઉપાડી માથામાં ઘા ઝીંકી દીધો હતો. જેને કારણે તે લોહીલુહાણ થઇ જમીન પર ફસડાઇ પડી હતી. બનાવની ભાઇ સોમાને ખબર પડતા તે તુરંત દોડી આવી પોતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયો હતો. કોટડાસાંગાણી પોલીસમથકના પીએસઆઇ વી.કે.ગોવલેકરે ઇજાગ્રસ્તના ભાઇ સોમાભાઇની ફરિયાદ પરથી શંકર સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો