તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અત્યાચાર:રાજકોટની નર્સના ચારિત્ર પર પતિ સતત શંકા કરી ‘તું બીજા ભાયડા કરે છે’ કહી નર્સને પતિએ ગુપ્તભાગે લાત મારી

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ફાઇલ તસ્વીર

અયોધ્યાચોક પાસેના રાધાપાર્કમાં પિતાના ઘરે રહેતી કાજલ પોપટે (ઉ.વ.32) મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ નિવેદિતાનગરમાં રહેતા કિસનકુમાર પોપટનું નામ આપ્યું હતું. કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ટંકારાના મિતાણા આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે નોકરી કરે છે, તેના લગ્ન અઢીવર્ષ પહેલા કિશન સાથે થયા હતા, કાજલબેન નોકરી પર જતા ત્યારે તેનો પતિ તેના ચારિત્ર પર શંકા કરી ગાળો ભાંડતો હતો, પિયરમાં કાજલબેનના નામનું મકાન હોય તે મકાન વેંચી દેવા દબાણ કરતો હતો અને મકાન વેંચવાની ના કહે તો મારકૂટ કરતો હતો.

અવારનવાર પતિ મારઝૂ઼ડ કરતો હતો
નર્સ કાજલબેનને પુત્રીનો જન્મ સિઝેરિયનથી થયો હતો ત્યારે પણ પતિએ મારમાર્યો હતો. પતિ અવારનવાર મારકૂટ કરતો, કાજલબેન પિયર પણ જતા રહેતા પરંતુ સાંસારિક જીવન ટકી રહે તે માટે ફરીથી સાસરે જતા રહેતા હતા. ગત તા.9 મેના કિશને ઝઘડો કરી ‘તું બીજા ભાયડા કરે છે’ તેમ કહી કમરપટ્ટેથી મારકૂટ કરી હતી અને ગુપ્તભાગે લાત મારી હતી, તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. કિસન મારકૂટ કરતો હતો ત્યારે જ કાજલબેનનો ભાઇ ત્યાં પહોંચતા બચાવીને તેને લઇ ગયો હતો. મહિલા પોલીસે કિશન સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...