જિંદગી ટૂંકાવી:પતિએ પુત્રીઓને ઠપકો દેતા પત્નીએ ફાંસો ખાઇ જીવ દીધો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાબરિયા કોલોની, ગીતાનગર, પરાપીપળિયામાં આપઘાતના બનાવ
  • અન્ય બે બનાવમાં યુવાન અને વૃદ્ધાએ દેહ લટકાવી જિંદગી ટૂંકાવી

શહેરમાં આપઘાતના વધુ ત્રણ બનાવ પ્રકાશમાં આવ્યા છે. જેમાં બાબરિયા કોલોનીમાં રહેતી રૂબીના હનિફ શાહ નામની પરિણીતાએ આજે ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે પતિ હનિફ ઉઠતા પત્નીને લટકતી જોતા 108ને બોલાવી હતી. જેમની તપાસમાં રૂબીનાનું મોત નીપજ્યાનું જાહેર થયું હતું. મજૂરીકામ કરતા હનિફભાઇની પૂછપરછમાં ગત રાતે દીકરીને ઠપકો આપ્યા બાદ પત્ની સાથે બોલાચાલી બાદ માઠું લાગતા પગલું ભરી લીધાનું જણાવ્યું છે.

બીજા બનાવમાં પરાપીપળિયા ગામે રહેતા રાહુલ મનુભાઇ ચાવડા નામના 18 વર્ષના યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. ગાંધીગ્રામ પોલીસની તપાસમાં રાહુલ બે ભાઇ, બે બહેનમાં નાનો હતો. રાહુલના આપઘાતના કારણથી પરિવારજનો પણ અજાણ હોવાનું જણાવ્યું છે.

ત્રીજા બનાવમાં નાનામવા મેઇન રોડ, ગીતાનગરમાં રહેતા જયાબેન ભીખુભાઇ મકવાણા નામના વૃદ્ધાએ ફાંસો ખાઇ લીધો હતો. પુત્રને જાણ થતા તુરંત હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં વૃદ્ધાએ દમ તોડ્યો હતો. આઠ મહિના પહેલા પિતાનું કોરોનાથી મોત થયા બાદ માતા જયાબેન ગુમસુમ રહ્યાં કરતા હોય અંતે આ પગલું ભરી લીધાનું મૃતક વૃદ્ધાના પુત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...