ફરિયાદ:પત્નીના નામે લોન લઇ રૂ.50 લાખનું દેણું કરી પતિ ભાગી ગયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટની પરિણીતાએ મૂળ ધારીના પતિ સહિતના સાસરિયાઓ સામે કરી ફરિયાદ

રાજકોટના મોરબી રોડ, અમરનાથ સોસાયટી-1માં રહેતી જાનકીબેને અમરેલીના ધારી ગામે રહેતા પતિ હાર્દિક, સસરા હર્ષદભાઇ ચંપકભાઇ ઠાકર, સાસુ ઇલાબેન અને નણંદ ખુશાલીબેન તેજશભાઇ શર્મા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટની હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નર્સ તરીકે નોકરી કરતી જાનકીબેને નોંધાવેલી ફરિયાદ મુજબ, ધારીમાં ગામે રહેતા અને દવાનો હોલસેલનો વેપાર કરતા પતિ હાર્દિક સાથે સાત વર્ષ પહેલા લગ્ન થયા છે. લગ્ન બાદ પોતાની નોકરી તેમજ પતિનો ધંધો રાજકોટમાં હોય અહીં રહેવા આવી ગયા હતા.

છ મહિના બાદ પતિ સામાન્ય બાબતોએ ઝઘડા કરી પોતાનો પૂરો પગાર લઇ લેતા હતા. ધારીથી સાસુ-સસરા રાજકોટ આવે ત્યારે સાસુ તું અમને સાચવતી નથી, તારી નોકરી જ કર્યા કરે છે. સસરા પણ કહેતા કે, તારા પપ્પાએ કંઇ આપ્યું નથી તો પિયરથી કરિયાવર લઇ આવવા દબાણ કરતા હતા. દરમિયાન ઘરે કેટલાક લોકો નાણાંની ઉઘરાણીએ આવતા ખબર પડી કે પતિ હાર્દિકે પોતાના નામે લોન લઇ 50 લાખનું દેણું કર્યું છે. આ મુદ્દે પતિને વાત કરતા ગાળો ભાંડી પિયરથી પૈસા લઇ આવવા દબાણ કરતા. બાદમાં જાણવા મળ્યું કે, પતિ દારૂની લતે તેમજ કોઇ મહિલા સાથે આડા સંબંધ છે.

પોતે નોકરીએ ગયા બાદ પતિ પોતાને તેમજ બંને બાળકને તરછોડીને જતા રહ્યા હતા. ફોન કરી પતિને પૂછતા તે ધારી પહોંચી ગયા છે, હવે તે રાજકોટ નહિ આવે તેમ કહ્યું હતું. જેથી સાસુ-સસરાને તમારા દીકરાએ મારા નામની લોન લઇ દેણું કરી દીધાની વાત કરી હતી. જેથી સસરાએ મારો દીકરો પૈસા નહિ ભરે તારે જે કરવું હોય તે કરી લે, તું તારા માતા-પિતાના ઘરે જતી રહે તેમ કહી કાઢી મૂકતા રાજકોટ પરત આવી ગઇ હતી. બાદમાં પતિને સમાધાન માટે ફોન કરતા તેઓ લાજવાને બદલે ગાજવા લાગી તને અને તારા માતા-પિતાને ઘરે આવી સળગાવી નાંખવાની ધમકી આપતા પોલીસમાં અરજી કરી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...