તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ચાર માસથી ફરાર રાજકોટ કોંગ્રેસના મહિલા અગ્રણીનો પતિ ઝડપાયો, મનપા ચૂંટણીની આગલી રાત્રે જ હથિયાર અને દારૂ મળ્યા હતા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા માટે પ્રયાસ કર્યા
  • નાથદ્વારા, હરિદ્વાર, બેંગ્લોર અને મુંબઇમાં છુપાયો, એક દિવસના રિમાન્ડ પરં

આર્મ્સ અને દારૂનો ગુનો નોંધાતા ચાર મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો કોંગ્રેસના મહિલા આગેવાનનો પતિ અંતે પોલીસને હાથ આવ્યો હતો. પોલીસે એક દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી. ચાર મહિના સુધી આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસ કર્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીની આગલી રાત્રે તા.20 જાન્યુઆરી 2021ના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો હતો, જેમાં પેડક રોડ પરના નારાયણનગરમાં રહેતી કોંગ્રેસની મહિલા આગેવાન ચાંદની પીયૂષ લીંબાસિયા રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતી નજરે પડતી હતી.

પોલીસે બે લોકો સામે ગુનો નોંધ્યો
પોલીસે તત્કાલીન સમયે ચાંદનીને સકંજામાં લઇ પૂછપરછ કરતાં તેણે તે હથિયાર તેના પતિ પીયૂષ પ્રેમજી લીંબાસિયાનું પરવાનાવાળું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે ચાંદનીની ધરપકડ કરી તેના ઘરે દરોડો પાડતા ઘરમાંથી ઊંચી કિંમતનો દારૂ તેમજ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ બિયરનો જથ્થો પીયૂષે રાખ્યો હોવાનું ખૂલતા ચાંદની અને પીયૂષ સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાતા જ પીયૂષ લીંબાસિયા નાસી ગયો હતો, દારૂ બિયરનો જથ્થો બિપીન જેશંકર દવેએ આપ્યાનું તપાસમાં બહાર આવતા પોલીસે બિપીનની ધરપકડ કરી હતી, પરંતુ પીયૂષ લીંબાસિયા પોલીસને હાથ આવતો નહોતો.

ચાર મહિનાથી ફરાર પીયૂષ લીંબાસિયા ફૂલછાબ ચોકમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી અને પીએસઆઇ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી અને પીયૂષને ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પીયૂષ ગુનો નોંધાયા બાદ નાથદ્વારા, હરિદ્વાર, બેંગ્લોર અને મુંબઇમાં છુપાયો હતો અને તેણે સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ તેને સફળતા મળી નહોતી. પોલીસે પીયૂષને એક દિવસના રિમાન્ડ પર લઇ તપાસ આગળ ધપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...