તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પતિએ પત્નીનું માથું દીવાલ સાથે પછાડતાં મોત થયું’તું

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પારડીની 4’દી પહેલાની ઘટનામાં સાળાએ બનેવી સામે હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી

શાપર-વેરાવળના પારડી ગામે ચાર દિવસ પહેલા પરિણીતાના શંકાસ્પદનો બનાવ હત્યામાં પલટાયો છે. બોરસદ પંથકમાં રહેતા પરિણીતાના ભાઇ લાલજી પૂનમભાઇ તળપદાએ અનિલ પરમાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘરકંકાસથી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ગત શનિવારે સવારે સોનલ પરમાર નામની પરિણીતા બેભાન થઇ જતા કોટડાસાંગાણી હોસ્પિટલ લઇ જવાઇ હતી. અહીં સોનલનું મોત નીપજ્યાનું જાહેર કરાયું હતું. આ સમયે સોનલનાં મોતના સમાચારની જાણ થતા તેના માતા અને ભાઇ લાલજી રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારે સોનલના શરીરમાં ઇજાના નિશાન જોવા મળતા બનેવીના મારથી સોનલનું મોત નીપજ્યાનો પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો. આક્ષેપને પગલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

દરમિયાન રિપોર્ટમાં માથામાં તેમજ શરીરના અન્ય ભાગોમાં ઇજા થઇ હોવાનું ખુલ્યું હતું. જેથી શાપર પોલીસે અનિલ પરમારની અટકાયત કરી પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડ્યો હતો. અને તેને પૂછપરછમાં જણાવ્યું કે, સોનલ સાથે તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. પત્ની સોનલ ઉપલેટાથી પરત આવ્યા બાદ દારૂનો નશો કરીને આવી હોય તેમજ ઘરકંકાસ મુદ્દે ફરી ઝઘડો થતા ઉશ્કેરાયને સોનલનું માથું દીવાલ સાથે અથડાવતા તે બેભાન થઇ ગઇ હતી. ત્યાર બાદ તે રાતે સૂતા બાદ સવારે ઊઠી ન હતી. શાપર પોલીસે મૃતકના ભાઇ લાલજીની ફરિયાદ પરથી અનિલ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો