તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળક પડાવી દેવાનું કહી સગર્ભાને પતિએ કાઢી મૂકી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નના બે માસ બાદ સાસરિયાએ ત્રાસ શરૂ કર્યો

હાલ માલિયાસણ ગામે માવતરે રહેતી હંસા નામની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજકોટ ગંજીવાડામાં રહેતા પતિ પ્રકાશ, સસરા જેઠાભાઇ પુંજાભાઇ ગોહેલ, સાસુ દયાબેન અને નણંદ નિકીતા પ્રફુલ્લભાઇ પારઘીના આરોપી તરીકે નામ આપ્યા છે. ફરિયાદ મુજબ, તેના તા.31-5-2020ના રોજ પ્રકાશ સાથે ત્રીજા લગ્ન કર્યા છે.

દરમિયાન લગ્નના બે મહિના બાદ જ સાસુ, સસરા, નણંદે ઘરકામ સહિતના મુદ્દે ઝઘડો કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે પોતે સગર્ભા થતા સાસુ દયાબેને બાળક પડાવી દેવાનું અને જો તેમ નહિ કરે તો ઘરમાંથી કાઢી મૂકવાની અવારનવાર ધમકીઓ દઇ ત્રાસ આપતા હતા. બાદમાં પતિ પ્રકાશે પોતાને માર મારી સગર્ભા હાલતમાં કાઢી મૂકી હતી.

કાઢી મૂકતા પોતે માલિયાસણ ગામે રહેતા માતા-પિતાને ત્યાં આશરો લીધો હતો. પિયરમાં દીકરીનો જન્મ થયા બાદ પણ પતિ પ્રકાશ દીકરીનું મોઢું જોવા કે પોતાને સાસરે લઇ જવા માટે આવ્યા ન હતા. અંતે મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...