તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર એક્સપર્ટ ઉકાણીની કલમે...:દક્ષિણ-પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ થશે, રાજકોટ પહોંચતા ઝડપ 70 કિ.મી. થશે: સુરેન્દ્રનગરથી પસાર થઈ રાજસ્થાનમાં સમાઈ જશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
windy,com પ્રમાણે વાવાઝોડાની આવતીકાલ 12 વાગ્યાની સ્થિતિ - Divya Bhaskar
windy,com પ્રમાણે વાવાઝોડાની આવતીકાલ 12 વાગ્યાની સ્થિતિ
  • વેધર એક્સપર્ટ ઉકાણીએ ભાસ્કર માટે લખ્યું : દક્ષિણ પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, પવનની ઝડપ રાજકોટ પહોંચતા 70 કિ.મી. થશે

વાવાઝોડું તાઉતે વેરાવળની આસપાસના વિસ્તારમાં ટકરાશે રાત્રીના સમયે ટકરાશે પણ તેની અસર સાંજથી જ શરૂ થઈ જશે. જેમ જેમ રાતનો સમય વિતશે તેમ પવનની ગતિ અને વરસાદ પણ વધતો જશે. દરિયાકાંઠે 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે કોઈ જગ્યાએ 10થી 12 ઇંચ વરસાદ પણ ખાબકશે. એક વખત જમીન પાસે ટકરાશે ત્યારબાદ ક્રમશ: વાવાઝોડાની તાકાત ઘટવા લાગશે અને વેરી સિવિયર સાઇક્લોનમાંથી સિવિયર સાઇક્લોનની કેટેગરીમાં આવી જશે.

રાતે અને બપોરે સૌથી વધારે અસર થશે
આ કારણે જેમ જેમ આગળ વધે તેમ પવનની ગતિ પણ ઘટતી જશે રાજકોટ સુધી પહોંચતા પવનની ગતિ 70 કિ.મી. પ્રતિ કલાક જેટલી થઈ જશે જ્યારે બે ઈંચ જેટલો વરસાદ પડશે.સોમવારે સાંજથી જ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર શરૂ થઈ જશે રાત્રીના સમયે સૌથી વધુ તીવ્ર હશે તેમજ મંગળવારે બપોરે 12 વાગ્યા સુધી અસર રહેશે. વાવાઝોડું જ્યાંથી જમીન પર પ્રવેશ કરશે અને આગળ વધશે અને જ્યાં પણ જશે ત્યાં વાવાઝોડાના કેન્દ્રથી સાઉથ વેસ્ટ દિશામાં વરસાદનું જોર ખૂબ જ વધારે જોવા મળશે અને તેને હવામાનની ભાષામાં એકસ્ટ્રીમ હેવી રેઈન ફોલની કેટેગરી કહેવાય છે અને એકસાથે 10 ઈંચ વરસાદ પડી શકે છે.

સાયક્લોનમાંથી હવાના દબાણમાં રૂપાંતરિત થશે
આ રીતે જેમ જેમ આગળ વધશે તેમ દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં વરસાદ થતો રહેશે. વાવાઝોડું રાજકોટના પૂર્વ ભાગમાંથી પસાર થઈ શકે છે અને ત્યાંથી સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન તરફ ફંટાશે અને આગળ જઈને સાઇક્લોનમાંથી હવાના હળવા દબાણમાં રૂપાંતરિત થઈ જશે.

ઘેરાવો 500 કિ.મી. હોવાથી કેન્દ્રથી 100 કિ.મી. સુધી નુકસાન
વાવાઝોડાનો એક છેડાથી બીજા છેડા સુધીનો ઘેરાવો 500 કિ.મી. જેટલો વિશાળ છે અને ત્યાં બધે જ તેની અસર આવશે. પણ વાવાઝોડાના કેન્દ્રમાંથી 100 કિ.મી. સુધીના ચારેય દિશાના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન જોવા મળશે ત્યાં પવનની ગતિ ખૂબ જ વધારે હશે. જેમ જેમ ત્યાંથી આગળ વધે તેમ તેમ ગતિ ઓછી થતી જશે.

બિલ્ડિંગના બારી દરવાજા તૂટી જાય
150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પવન કોઇ મોટી બિલ્ડિંગ હોય તો બહારના પવનને કારણે બારી દરવાજા પર દબાણ લાવે છે. આ દબાણ એટલું વધારે હોય છે કે તેના જોઈન્ટ નબળા પડે અને તમામ બારી, દરવાજા તૂટી શકે છે. હવામાં ઊડતી અન્ય વસ્તુઓ જેમ કે ડાળીઓ, લોખંડના પતરાં, હોર્ડિંગ આ બધી જ વસ્તુઓ ટકરાવાથી પણ તૂટી શકે છે.

તાઉતેના કારણે ચોમાસું વહેલું સક્રિય થશે
તાઉતે ખૂબ જ મોટી સિસ્ટમ છે અને તેના કારણે પવનની દિશાઓ ફરી ગઈ છે. હાલ પૂર્વ તરફથી પવનો આવી રહ્યા છે સિસ્ટમ જમીનને ટકરાશે એટલે પવનો તુરંત જ પશ્ચિમી થઈ જશે. આ બધા ફેરફારો હવામાનમા બદલાવ લાવે છે તેથી આ વર્ષે ચોમાસું પણ વહેલું સક્રિય થઈ જાય અને સૌરાષ્ટ્રમાં 15 જૂન પહેલા જ વરસાદ આવે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...