વેક્સિન શરીરનો સેનાપતિ:માનવ શરીરની ઇમ્યુન સિસ્ટમમાં ટી સેલ્સ, બી સેલ્સ હોય છે, જે કોરોના રૂપી દુશ્મનની સામે હથિયાર બનાવી ફાઇટ કરે છે

રાજકોટ5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે.
  • વેક્સિન માનવ શરીરની સેના છે, કોરોના સામે લડવા માટે સ્પેશિયલ સૈનિક બનાવવા વેક્સિનેશન અતિ આવશ્યક

એક તરફ કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી અને બીજી તરફ કોરોના સામે લડાઇ લડવા માટે રામબાણ સમાન અકસીર ઇલાજ એટલે વેક્સિન. ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં વેકસિનેશન પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે, જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ માનવ શરીરમાં શું ફેરફાર આવે છે અને શા માટે એ લેવી જરૂરી છે, એ માટે રાજકોટના ક્રિટિકલ કેર નિષ્ણાત તબીબો સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી.

રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે
રાજકોટ સિનર્જી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોકટર જયેશ ડોબરિયાએ વેક્સિનના બે ડોઝ લેવાથી માનવ શરીરમાં શું ફેરફાર થાય છે એ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે રસી એ એક પ્રકારનું બહારથી આવેલું તત્ત્વ છે. શરીર એની સામે અમુક એન્ટિબોડી બનાવે છે, જેને ઉદાહરણ સાથે જણાવતાં તેમણે કહ્યું કે શરીરમાં બહારથી આવતાં તત્ત્વો સામે અગાઉથી સેના તૈયાર કરવી પડે છે. એ વેક્સિનના બે ડોઝ લીધા બાદ તૈયાર થાય છે અને આ સેના શરીરમાં હોય તો બાદ કોરોના આવે તો લડવાવાળા સ્પેશિયલ સૈનિક આ વેકસિનથી બને છે, માટે એ લેવી ખૂબ જ આવશ્યક છે. રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે

રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે.
રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે.

ટી સેલ્સ, બી સેલ્સને મેમરી સેલ તરીકે ઓળખવામાં આવે છે
જ્યારે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ચિરાગ માત્રાવડિયાએ જણાવ્યું હતું કે વેક્સિનને લઇ ઘણી અફવાઓ ચાલી રહી છે. એના પર ધ્યાન ન દેવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. મેં અને મારા સમગ્ર પરિવારે વેક્સિન લીધી છે. માનવ શરીરની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ કે જેમાં ટી સેલ્સ, બી સેલ્સ હોય છે જે બધાને મેમરી સેલ કહેવામાં આવે છે. જે પ્રોગ્રામિંગ થઇ હંમેશાં યાદ રાખે છે કે આ પ્રકારના દુશ્મન આવે તો એની સામે આ પ્રકારના હથિયાર બનાવી ફાઇટ કરવામાં મદદરૂપ થાય છે. આ પ્રક્રિયાને લિમફોસાઈટ કહેવામાં આવે છે અને માટે વેકસિન લેવી આવશ્યક છે.

ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ વેક્સિનેશન અંગે જાગૃતિનો અભાવ
રસીકરણને લઇ સરકાર દ્વારા ઠેર ઠેર મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનમાં હજુ સુધી ગુજરાતના અંદાજિત 20% લોકો જોડાયા છે અને આ લોકોએ વેક્સિનેશનમાં લાભ લઇ વેક્સિન મુકાવી છે. જ્યારે કે ગ્રામ્ય વિસ્તારમાં હજી પણ વેક્સિનેશન અંગે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી ત્યાં વેક્સિનેશનનું પ્રમાણ વધે એ માટે સરકાર દ્વારા આયોજન કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...