હુમલો:બાજરીનો રોટલો લેવા ગયેલા યુવાનને હોટેલ માલિકે છરી ઝીંકી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુનિ. રોડ પર રાજપૂતાના હોટેલની ઘટના

શહેરમાં સાવ સામાન્ય બાબતોએ ઘાતક હથિયારો સાથે હુમલો કરતા હોવાના બનાવો રોજિંદા બની ગયા છે. વધુ એક બનાવમાં યુનિવર્સિટી રોડ પર શિવશક્તિ કોલોનીમાં રહેતા ઉમંગ ગોવિંદભાઇ ભૂત નામના યુવાન પર ચાર દિવસ પહેલા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી રાજપૂતાના હોટેલના માલિક સંજયે છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતા સારવારમાં ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાને યુનિવર્સિટી રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તે કેબલ કનેક્શનનું કામ કરે છે.

દરમિયાન ગત તા.7ની રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં મિત્ર સાથે ઊભો હતો. મિત્રને અને પોતાને જમવાનું બાકી હોય રાજપૂતાના હોટેલથી બાજરીનો રોટલો લઇ આવવાનું નક્કી કર્યું હતું. જેથી પોતે અને મિત્ર રોટલો લેવા મિત્ર સંજયની રાજપૂતાના હોટેલ ગયા હતા. ત્યાં કાઉન્ટર પર સંજયભાઇ બેઠા હોય તેને બાજરીનો રોટલો જલ્દી આપી દ્યોને ઉતાવળ છેનું કહ્યું હતું. ત્યારે સંજયભાઇએ રોટલો નથી તેમ કહી ગાળો દેવાનું ચાલુ કર્યું હતું. ગાળો દેવાની ના પાડતા સંજયભાઇ વધુ ઉશ્કેરાય જઇ છરીથી હુમલો કરતા માથામાં તેમજ હાથમાં ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પોલીસે ગુનો નોંધી હોટેલ માલિકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...