તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Hotel And Restaurant Industry Will Lose Crores During The Corona Era, The Government Will Also See A Big Drop In GST Revenue

ધંધા ઠપ્પ:કોરોના કાળમાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીને કરોડોનું નુકસાન, સરકારને પણ GSTની આવકમાં થશે મોટો ઘટાડો

રાજકોટ4 મહિનો પહેલા
હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના નુકસાન અંગે આગમી દિવસોમા કેન્દ્ર સરકારને રજુઆત
  • હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં ફટકો પાડવાથી રોજગારીને પણ અસર

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન અનેક ધંધા રોજગારને મોટો ફટકો જોવા મળ્યો છે. જેમાં નાના મોટા તમામ વ્યવસાય ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી હોટેલ & રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો થવા પામ્યો છે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી લોકડાઉન, અનલોક અને આંશિક લોકડાઉન કારણે આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે.

હોટલ ઇન્ડસ્ટ્રીમાં ફટકો પાડવાથી રોજગારીને પણ અસર
માર્ચ 2020થી લઇ આજદિન સુધી કોરોનાની વૈશ્વિક મહામારનો સામનો સમગ્ર દેશ અને દુનિયા કરી રહી છે. ગુજરાતમાં પણ લોકડાઉન, અનલોક અને બાદમાં માર્ચ 2021 દરમિયાન કોરોનાની બીજી ઘાતક લહેર સુધી ફરી લોકડાઉન જેવી સ્થિતીના કારણે કરોડો નું નુકસાન થવા પામ્યું છે. આ અંગે રાજકોટની નામાંકિત હોટેલના માલિક શ્યામ રાયચુરા જણાવ્યું હતું કે, હોટલ ઇન્ડસ્ટ્રી સંખ્યાબંધ લોકોને રોજગારી પુરી પાડે છે. આ ઇન્ડસ્ટ્રીમાં ફટકો પાડવાથી રોજગારીમાં પણ ખુબ મોટી અસર જોવા મળશે. એટલું જ નહીં આ ઉપરાંત હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી દ્વારા કરોડો રૂપિયાના ટર્ન ઓવર કરે છે જેની સામે સરકાર ને GST પણ ચૂકવી રહ્યું છે ત્યારે ધંધો રોજગાર ઠપ્પ થતા સરકારને પણ ટેક્સની થતી આવકમાં મોટો ઘટાડો જોવા મળશે.

રાજકોટની નામાંકિત હોટેલના માલિક શ્યામ રાયચુરા
રાજકોટની નામાંકિત હોટેલના માલિક શ્યામ રાયચુરા

હોટેલ અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીના નુકસાન અંગે આગમી દિવસોમા કેન્દ્ર સરકારને રજુઆત
છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી હોટેલ & રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી બંધ હાલતમાં છે જેના કારણે રાજકોટ શહેરમાં નાના મોટા અનેક હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલક આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ ઇન્ડસ્ટ્રી ના આગેવાનો દ્વારા આગમી દિવસોમા કેન્દ્ર સરકારને રજુઆત કરી તેમના તરફથી હોટલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ વિશેષ આયોજન થાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...