તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ગલ્ફમાંથી આવેલા ગરમ-સુકા પવનોએ ચોમાસું ખરાબ કર્યું , શનિવારથી નવી સિસ્ટમ સક્રિય થશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નૈઋત્યના ભેજવાળા પવન વાદળો બાંધે છે, 20 જૂન પછી શરૂ થયેલા પવનથી ભેજ વિખેરાયો

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસાએ લાંબો બ્રેક લીધો છે. આ બ્રેક લાગવા પાછળના વેધર એક્સપર્ટ એન.ડી. ઉકાણીએ જણાવ્યું છે કે, શનિવાર એટલે કે 10 તારીખથી ચોમાસું ફરી સક્રિય થશે અને ક્રમશ: વરસાદમાં વધારો થશે. ઉકાણી જણાવે છે કે, ગુજરાતમાં વરસાદ માટે નૈઋત્ય દિશામાંથી આવતા પવનો જવાબદાર છે. આ પવનો વિષુવવૃત્તથી સોમાલિયા તરફ અને ત્યાંથી ગુજરાત તરફ આવે છે. આ દરમિયાન દરિયામાંથી ભેજ લાવી ગુજરાતના કાંઠે વરસાદ પાડે છે.

જોકે 21 જૂનથી ગલ્ફના દેશો તરફથી પવન શરૂ થયા હતા અને ત્યાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો આથી પવનો સૂકા અને ગરમ થતા જેણે ગુજરાત ઉપરથી ભેજ શોષી લીધો, વાદળો યોગ્ય રીતે બંધાયા નહિ જે કારણે ચોમાસાની સિસ્ટમ ડિસ્ટર્બ થઈ હતી. પવનની આ દિશાએ ચોમાસું તો ડિસ્ટર્બ કર્યુ સાથે જ ગરમ પવનને કારણે ફરીથી ઉનાળા જેવો માહોલ થઈ ગયો હતો.

હવે ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે એક્સપર્ટ જણાવે છે કે, 10 તારીખની આસપાસ બંગાળની ખાડી પર હવાનું હળવું દબાણ રચાશે અને તેને આનુસંગિક સાઇક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત પર બનવાનું છે જ વરસાદ લાવશે. લો પ્રેશરની દિશા ગુજરાત તરફની એટલે જેમ જેમ લો પ્રેશર આગળ વધશે તેમ ગુજરાત પરના સાઇક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ક્રમશ: વરસાદ વધતો જશે.

સિસ્ટમ ગતિ પકડે એટલે ચોમાસું જામે
ચોમાસામાં બ્રેક લાગવાથી વરસાદ ખેંચાયો છે પણ આખી સિઝન પર અસર પડે કે નહિ તે અંગે એક્સપર્ટ જણાવે છે કે, ચોમાસાની આવી કોઇ એક સિસ્ટમ બની જાય અને ગતિ પકડે એટલે પછી ક્રમશ: ચોમાસું જામતું જાય છે અને સિઝનનો પૂરતો વરસાદ પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...