તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામા ભંગનો ગુનો:9.30 વાગ્યે વરઘોડો નીકળ્યો, 10.25 વોલીબોલ રમતા’તા

રાજકોટ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણને રોકવા લગાડાયેલા રાત્રી કર્ફ્યૂનો ભંગ કરનાર ઝડપાયા

રાજકોટમાં રાત્રી કર્ફ્યૂનો કડકપણે અમલ કરાવવા પોલીસે શહેરભરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તેવા સમયે રવિવારે રાતે કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં સાડા નવ વાગ્યાના અરસામાં ડીજે સાથે લગ્નનો વરઘોડો જોવા મળ્યો હતો. જેથી પોલીસે જેને ત્યાં લગ્નપ્રસંગ હતો તે મહેશભાઇ ભીમજીભાઇ રાઠોડ તેમજ ડીજે સંચાલક હેમંત ગોરધનભાઇ મૂછડિયા અને ડીજે માલિક ચંદુભાઇ આલાભાઇ ચાવડા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

જ્યારે કાલાવડ રોડ, પ્રેમમંદિર પાસેના આર એન્ડ બી આવાસમાં કેટલાક લોકો વોલીબોલ રમતા હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યો હતો. જેને પગલે યુનિવર્સિટી રોડ પોલીસ તુરંત બનાવ સ્થળે દોડી જઇ રાત્રીના 10.25 વાગ્યે કર્ફ્યૂના સમયમાં વોલીબોલ રમતા હિતેન્દ્રસિંહ ભાવસિંહ જાડેજા, જયરાજસિંહ મંગળસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ રામદેવસિંહ ગોહિલ, સાગર પ્રવીણભાઇ જોગરાજિયા, વિવેક કાંતિભાઇ વાસલિયા, દેવેન્દ્રસિંહ સુરેશભાઇ ડોડિયા, વિશ્વજિતસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ મહેન્દ્રસિંહ રાણા, રાજદીપસિંહ કિશોરસિંહ ચુડાસમા, ક્રિપાલસિંહ બહાદુરસિંહ રાઠોડ મળી આવ્યા હતા. પોલીસે તેમની સામે એપેડેમિક ડિસીઝ એક્ટ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. શહેરમાં અનેક લોકો કર્ફ્યૂ ભંગ કરી ઘરની બહારથી મળી આવતા પોલીસે તેમની સામે પણ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો