વાતાવરણ:સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન સૌથી ઊંચું રાજકોટમાં 33.1 ડિગ્રી નોંધાયું

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી નોંધાયું હતું. જે સૌરાષ્ટ્રના તમામ શહેરોમાં સૌથી વધુ હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ લઘુતમ તાપમાન પણ ઊંચું જશે. જેથી ગરમી વધુ અનુભવાશે. બુધવારે તાપમાન 33.1 ડિગ્રી પહોંચતા દિવસભર ગરમી રહી હતી. માર્ચ માસથી મહત્તમ તાપમાનમાં ક્રમશ: વધારો થતો જાશે. જ્યારે કેશોદમાં લઘુતમ તાપમાન 14.00 ડિગ્રી હતું. જે સૌરાષ્ટ્રમાં સૌથી નીચું હતું.

રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન 16.3 ડિગ્રી રહ્યું હતું. જે મંગળવારની સરખામણીએ 2.1 ડિગ્રી વધારે રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ સવારના સમયે 9 કિલોમીટર રહેતા ઠંડી ઓછી અનુભવાઈ હતી. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા રહેતા વાતાવરણ પણ એકદમ સ્વચ્છ રહ્યું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં લઘુતમ તાપમાન જોઈએ તો અમરેલીમાં 16.4, ભાવનગરમાં 18.3, દ્વારકામાં 19.8, ઓખામાં 20.8, પોરબંદરમાં 14.8, વેરાવળમાં 16.7, દીવમાં 14.9, સુરેન્દ્રનગર 15.8, મહુવામાં 15.7 ડિગ્રી રહ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન અનુક્રમે 27.6 થી લઇને 33.1 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...